Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
“હું એટલે શરીર.” “મારું એટલે શરીર સંબંધી બીજું બધું.”
આ મંત્રથી મોહરાજાએ આખા જગતને અંધ બનાવી દીધું છે. હવે મોહરાજાને જીતવો હોય તો પ્રતિમંત્રનો સહારો લેવો પડશે.
“હું એટલે શરીર નહિ, પણ આત્મા. મારા એટલે પરિવારાદિ નહિ, પણ જ્ઞાનાદિ.” મોહને જીતવાનો આ મંત્ર છે. કેવું છે. આપણું સ્વરૂપ ? “દેહ, મન-વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે...”
જ્ઞાન અને આનંદ સ્વરૂપ આત્માને ન જાણવો, દેહને જ આત્મા માનવો તે જ ખરું મિથ્યાત્વ છે.
* જ્ઞાનસારમાં પ્રથમ અષ્ટકમાં પૂર્ણતા બતાવી. પૂર્ણતા આપણું લક્ષ્ય છે. પૂર્ણતા શી રીતે મળે? મગ્નતાથી.
મગ્નતા શી રીતે મળે? સ્થિરતાથી. સ્થિરતા શી રીતે મળે ? મોહત્યાગથી. મોહત્યાગ શી રીતે મળે ? જ્ઞાનથી.
આમ બત્રીસેય અષ્ટકોમાં તમને કાર્ય-કારણ ભાવ સંકળાયેલો જોવા મળશે.
| * પૂ. પં. ભદ્રંકરવિજ્યજી મ. કહેતા : “તમારે શું બનવું છે ? વિદ્વાન કે ગીતાર્થ ? મારી ભલામણ છે કે વિદ્વાન નહિ, ગીતાર્થ બનવાનો મનોરથ કરજો.”
અક્ષય પાત્ર સમ્યગ્દર્શન : શાન્તિનું અક્ષયપાત્ર સમ્યજ્ઞાન : સમૃદ્ધિનું અક્ષયપાત્ર સમ્મચારિત્ર ઃ શક્તિનું અક્ષયપાત્ર
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૦૩