Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
Tv :
પાલીતાણા
જેઠ વદ-૭ ૨૪-૬-૨૦૦૦, શનિવાર
* આપણા જેવા રખડતા પ્રાણીને આ શાસન મળ્યું તે દરિદ્રને ચિંતામણિ મળી જાય તેવું બન્યું છે.
અત્યાર સુધીની રઝળપાટનું કારણ આ શાસન નથી મળ્યું તે
છે.
“મિયા મનસ્ટિંતિ વિર નવા નિણવયમહંતા '' - જીવવિચાર
પૂર્વમાં શાસન મળ્યું હશે તો હૃદયથી આરાધના નહિ કરી હોય. એથી જ ભ્રમણ ચાલુ રહ્યું.
બીજાનું [ભુવનભાનુ કેવળી આદિ] ચરિત્ર વાંચતાં આપણને માત્ર એમનો જ વિચાર આવે : એમણે કેટલી ભૂલો કરી ? ખરેખર તો આમ વિચારવાનું છે : આ મારો જ ભૂતકાળ છે. મેં આવી જ ભૂલો કરી છે, આથી જ મળેલું શાસન હારી ગયો. ફલતઃ સંસારભ્રમણ ચાલુ રહ્યું.
* આપણને અત્યારે જેવી ધર્મસામગ્રી [માનવભવ, જૈનકુળ, જિન-વાણી, આવું તીર્થક્ષેત્ર, સંયમ-જીવન આદિ] મળી છે, તેવી સામગ્રી બીજા કેટલાને મળી છે ? કેટલા જીવોને આ સામગ્રી નથી મળી ? નિગોદના અનંત જીવો, મોટા ભાગના તિર્યંચો, પીડામાં સબડતા નારકો આ બધા તો બકાત થઈ જ ગયા, પણ માનવમાંય
૪૦૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ