Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કેટલીવાર ભગવાન પાસે બેઠા હશે ?
જો કે, હું કોઈને કાંઈ કહેતો નથી. આખરે તમારા ભાવની વાત છે.
શ્રીકૃષ્ણ જાહેરાત કરી : જે જલ્દી શ્રીનેમિનાથના પહેલા દર્શન કરી આવશે તેને હું લાક્ષણિક ઘોડો આપીશ. શાંબે સવારે ઊઠતાં જ પથારીમાં બેઠા બેઠા ભગવાનના ભાવથી દર્શન કર્યા. પાલક ઊઠીને અંધારામાં જ સીધો ભાગ્યો... દર્શન કરવા...
ભગવાને કહ્યું : ભાવથી પ્રથમ દર્શન શામ્બે કર્યા છે. દ્રવ્યથી પ્રથમ દર્શન પાલકે કર્યા છે. ઘોડો શામ્બને મળ્યો. આપણા દર્શન કોના જેવા છે? શાંબ જેવા કે પાલક જેવા ?
* આર્યરક્ષિત સૂરિજીએ આચાર્ય પદ ભાઈ કે કાકા વગેરેને ન આપતાં દુર્બલિકાપુષ્યને આપ્યું. કારણ જણાવતાં કહ્યું : મારું સંપૂર્ણ જ્ઞાન ગ્રહણ કરનાર આ એક જ છે.
| ગોઠામાહિલ ઘીના ઘડા જેવા.
મારી પાસે ઘણું રહ્યું. તેની પાસે થોડું આવ્યું. 1 ફલ્યુમિત્ર તેલના ઘડા જેવા.
તેની પાસે ઘણું ગયું તોય મારી પાસે થોડું રહ્યું. | દુર્બલિકાપુષ્ય વાલના ઘડા જેવા.
બધું જ ગ્રહણ કર્યું.” * ભગવાન આપણી અંદર જ બેઠા છે. કોઈક વિરલ જ એના દર્શન કરી શકે છે. “પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય;
જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધો અંધ પુલાય.” આનંદઘનજીના આ ઉદ્ગારો અનુભવથી જ સમજાય તેવા છે : અંદર જ પરમ નિધાનરૂપ પ્રભુ બિરાજમાન હોવા છતાં જગતના લોકો કેટલા પાગલ છે ? આ લોકો અંદર રહેલા પ્રભુની સતત
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૪૧૩