Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ઉપેક્ષા કરતા રહે છે ને ધન આદિ બાહ્ય પદાર્થોમાં શોધ ચલાવે છે.
* ક્યારેક મને એવું લાગે ? જાણે શરીરમાં કાંઇ વજન જ નથી રહ્યું. સાવ હલકું લાગે. ક્યારેક એવું લાગે ? જાણે શરીર આકાશમાં ઊડી રહ્યું છે..
આ કોઈ ચમત્કાર નથી કે દેવ-સાન્નિધ્ય નથી, પણ યોગસિદ્ધિના લક્ષણો છે. [જુઓ, યોગશાસ્ત્ર ૧૨મો પ્રકાશ ]
કર્મનો બોજો હળવો થાય ત્યારે હળવાશ અનુભવાય.
* પ્રભુ મહાવીરને સર્વજ્ઞ તરીકે ઓળખનાર માનવોમાં સૌ પ્રથમ ઇન્દ્રભૂતિ ગૌતમ હતા.
એમની સર્વજ્ઞતામાં, ભગવત્તામાં શ્રદ્ધા થઈ ત્યાર પછી જ ઇન્દ્રભૂતિમાં એવી વિશિષ્ટ શક્તિ પેદા થઈ, જેથી અન્તર્મુહૂર્તમાં દ્વાદશાંગી બનાવી શકયા.
ભગવાન મળે ત્યારે શું ચમત્કાર સજર્ય ? તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ઇન્દ્રભૂતિ ગૌતમ છે.
હમણા ભગવતીમાં ગાંગેય પ્રકરણ આવ્યું. પાર્શ્વનાથ સત્તાનીય ગાંગેય મુનિએ અનેક પ્રશ્નોના ઉત્તર મેળવી ભગવાન મહાવીરનું સર્વજ્ઞપણું નક્કી કર્યું. પછી ત્યાં પોતાની જાતનું સમર્પણ કર્યું. સર્વજ્ઞતાની, ભગવત્તાની પ્રતીતિ થયા વિના સમર્પણ થઈ શકતું નથી.
ભગવાનના દર્શન તો બધા જ કરે, પણ ભગવાનમાં રહેલી ભગવત્તાના દર્શન કરે તે જ તરે.
* એકવાર તમે પ્રભુના શરણે ગયા, ધર્મના શરણે ગયા એટલે પત્યું ! તમારા બધા ગુના માફ ! “સો પંવનકુવારો સબ્ધ પાવપૂTI ” ભલે તમે ગમે તેટલા પાપો કર્યા હોય. સમર્પણથી શું ફળ મળે ? એનો આ ઉલ્લેખ છે.
પંચસૂત્રમાં લખ્યું છે : ધર્મનાયક પ્રભુના શરણે જવાથી કર્મપ્રકૃતિઓ શિથિલ બને છે,હીન બને છે, ક્ષીણ બને છે.
* આજનો અનુભવ બતાવું ? તમને ધર્મ પર શ્રદ્ધા થશે.
૪૧૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ