Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કેટલાક જીવો નીકળી ગયા. અનાર્યદેશ આદિમાં જન્મેલા અહીં આવ્યા પછી પણ શ્રદ્ધા આદિથી રહિત-આ બધા જ નીકળી ગયા ને ? તો બચ્યું કોણ ?
યોગસારકારના શબ્દોમાં કહું તો “ત્રિા:” [બે-ત્રણ જ] બચ્યા. કારણ કે વેષ ધારણ કરનારા પણ બધા કાંઈ પામેલા નથી હોતા. આત્માનુભવી શ્રમણો તો બે-ચાર જ હોવાના. આપણો નંબર એમાં શા માટે ન લાગે ?
* શા માટે આ જીવનમાં ભવસાગર તરવાની કળા શીખી ન લઈએ ? સાગરમાં હોડી તરી રહેલી હતી. કેટલાક વિદ્વાનો અભણ ખલાસીની મજાક ઉડાવી રહ્યા હતા. ઇતિહાસ, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ખગોળ આદિ અંગે એનું અજ્ઞાન જોઈ તેઓ ક્રમશ : તારી પા-અર્ધી-પોણી જીંદગી પાણીમાં ગઈ-એમ બોલવા લાગ્યા.
ત્યારે સાગરમાં તોફાન આવતાં ખલાસીએ પૂછ્યું : તમને તરતાં આવડે છે ?”
“ના” બધા એકી સાથે બોલી ઊઠ્યા.
“તો તમારી પૂરી જીંદગી પાણીમાં ગઈ.' એમ ખલાસી બોલ્યો ન બોલ્યો-એટલી વારમાં તો નાવડી તૂટી અને સૌ ડૂબી ગયા. ખલાસી તરીને બચી ગયો.
બીજું બધું શીખીએ, પણ ધર્મ-કલા નહિ શીખીએ તો ડૂબવાનું જ છે. ધર્મ-કલા શીખીએ ને બીજું ન આવડે તો પણ વાંધો નહિ. ભવસાગર તરી જઈશું.
* વાહનમાં બેસતાં ડ્રાઈવિંગ કરતા ડ્રાઈવર પર જેટલો વિશ્વાસ છે એટલો પણ વિશ્વાસ અરિહંત પર ક્યાં છે ? હોય તો આવી ચિંતા હોય ?
બાળક જેટલો વિશ્વાસપૂર્વક માતાના ખોળામાં સૂઈ જાય છે, તેટલા વિશ્વાસપૂર્વક પ્રભુના ખોળામાં બેસી જવાનું છે.
માના ખોળામાં રહેલા બાળકને ચિંતા નહિ.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૦૫