Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ભગવાનના ચરણોમાં રહેલા ભક્તને પણ ચિંતા નહિ. * “આતમ અજ્ઞાને કરી, જે ભવદુઃખ લહીએ;
આતમ જ્ઞાને તે ટળે, એમ મન સદહીએ.” બધું જ દુઃખ આત્માના અજ્ઞાનમાંથી પેદા થયેલું છે. એક આત્મ-જ્ઞાન આવી ગયું એટલે સંસારનું બધું જ દુઃખ ટળી ગયું સમજે.
ગુરુકૃપા વિના આત્મજ્ઞાન થતું નથી, એમ કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજી યોગશાસ્ત્રમાં લખે છે. રોજ બોલાતો આ શ્લોક
જ્ઞાન તિમિરાન્ધાનાં’ આ જ વાત કહે છે. તમને બધાને આ શ્લોક આવડતો જ હશે ? ગુરુ ચામડાની આંખ નહિ, પણ વિવેકની આંખ ખોલી આપે છે.
* તમે તમારી જાતને જીવ રૂપે તો કદાચ માનો છો, પણ બીજાને પણ જીવરૂપે માનો છો ? ખાલી માનવાથી નહિ ચાલે. તેમના પર તમે કેટલો પ્રેમ કરો છો ? તે પર બધો આધાર છે.
તમે જીવ છો, તેમ બીજા પણ જીવ છે, એવું સ્વીકાર્યા વિના તમે ધ્યાન માર્ગમાં કે ભક્તિમાર્ગમાં આગળ વધી શકો નહિ.
એથી જ એક જીવ સાથેનો અમૈત્રીભાવ સર્વ જીવ સાથેનો અમૈત્રી-ભાવ છે. એક જીવની હત્યા છ જવનિકાયની હત્યા છે.
એ જ રીતે એક તીર્થંકરની ભક્તિ સર્વ તીર્થંકરની ભક્તિ છે. માટે જ એક જીવની રક્ષા જેમ તમને ઉપર ચડાવી દે, તેમ એક જીવની હત્યા તમને નીચે પણ પછાડી દે.
* વારંવાર આ વાત ભારપૂર્વક કહું છું : ભગવાન ભલે મોક્ષમાં ગયા, પણ જગતને પવિત્ર બનાવવાની એમની શક્તિ અહીં સતત કાર્યરત છે. આપણું તે તરફ ધ્યાન નથી જતું એ જ આપણી કમનશીબી છે.
* સિદ્ધશિલા પર મળનારી મક્તિ તો પછી મળશે. પણ તે પહેલા અહીં જ મળનારી સામીપ્યમુક્તિ આદિ ચાર મુક્તિ તરફ
૪૦૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ