Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કોઈ પાછળથી ચડે. પણ દાદાના દરબારમાં બધા ભેગા.
અહીં પણ માર્ગ ભલે અલગ જણાય, પણ પરબ્રહ્મ રૂપ મુક્તિમાં બધા એક.
તેથી કોઈ અલગ પદ્ધતિથી ઉપાસના કરતું હોય તો તેનો તિરસ્કાર નહિ કરવો. કોઈનો પણ તિરસ્કાર કરવાનો નથી.
* આપણાથી ઉંચી ભૂમિકાવાળાનું જેમ બહુમાન કરવાનું છે, તો નીચી ભૂમિકાવાળાનો તિરસ્કાર કરવાનો છે, એમ નહિ. એના પર કરુણા જોઈએ. ભલે એનામાં અનેક દુર્ગુણો, દોષો હોય, પણ તેથી શું થયું ? આપણે જ્યારે એની ભૂમિકાએ હતા ત્યારે કેટલા દોષોથી ભરેલા હતા ?
બીજાના દોષો જોઈશું તો તે દોષો આપણામાં આવશે. ગુણો જોઈશું તો તે ગુણો આપણામાં આવશે. શું જોઈએ છે ? ગુણો જોઈતા હોય તો ગુણોને આવકારો. દોષો જોઈતા હોય તો દોષોને આવકારો. જેને આવકાર આપશો તે આવશે.
આપણા ગુણો પર આવરણ છે. પણ ભગવાનના તો બધા જ ગુણો પરથી આવરણ હટી ગયું છે. એમના ગુણો ગાવાથી આપણામાં ગુણો પ્રગટશે. પ્રભુનું ગાન કરો, ધ્યાન કરો, એનામાં ભાન ભૂલો. ગુણોનું તમારામાં અવતરણ થશે.
પ્રભુ અને આપણામાં કોઈ ફરક નથી. માત્ર આવરણકૃત ફરક છે. આવરણ હટાવવા પ્રભુ પાછળ પાગલ બનો.
પ્રભુ પાછળ તમે ગાંડા બનો. દુનિયા તમારી પાછળ ગાંડી બનશે. પ્રભુના તમે દાસ બનો દુનિયા તમારી દાસ બનશે.
આધોઈમાં એક પત્રકારે [કાન્તિ ભટ્ટ] પૂછેલું ઃ શું તમે કચ્છવાગડના લોકો પર કોઈ વશીકરણ કર્યું છે, જેથી લોકો દોડતા આવે છે ?
મેં કહ્યું : હું કોઈ વશીકરણ કરતો નથી. લોકોને પ્રભાવિત
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૯૯