Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
નિર્મળ બને તેમ જ્ઞાન સૂક્ષ્મ બનતું જાય. સમક્તિ નિર્મળ શી રીતે બને ? અરિહંતની ભક્તિથી.
જિમ જિમ અરિહા સેવીએ રે, તિમ તિમ પ્રગટે જ્ઞાન સલુણા.'
એમ લખ્યું, પણ “જિમ જિમ પુસ્તક વાંચીએ રે, તિમ તિમ પ્રકટે જ્ઞાન.” એમ નથી લખ્યું.
* અત્યારે ભગવતીમાં ગાંગેય પ્રકરણમાં ભંગાળ ચાલે છે. ગાંગેયના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન જવાબો આપે છે. તેથી ગાંગેય ઋષિને જિ પાર્શ્વનાથ સંતાનીય હતા] પ્રતીતિ થાય છે કે આ મહાવીર પ્રભુ જ સર્વજ્ઞ છે.
તે યુગમાં સર્વજ્ઞતાનો દાવો કરનારા બીજા પણ ઘણા [બુદ્ધ, પૂરણ કાશ્યપ, અજિત કેશકંબલી, સંજય વેલઠી, ગોશાલક વગેરે) હતા, તેમાં સામાન્ય માણસ મુંઝાઈ જાય. પણ પ્રશ્નોત્તરીથી ગાંગેય ઋષિ નિઃશંક બન્યા અને ચાતુર્યામમાંથી પંચ મહાવ્રતરૂપ ધર્મ સ્વીકાર્યો. ★ विभिन्ना अपि पन्थानः, समुद्रं सरितामिव ।
मध्यस्थानां परं ब्रह्म, प्राप्नुवन्त्येकमक्षयम् ॥ જુદા-જુદા નદી માર્ગો, મળે એક જ અબ્ધિને; મધ્યસ્થના જુદા માર્ગો, મળે એક જ મુક્તિને.
નદીઓના માર્ગ અલગ, પણ બધી જ નદીઓનું મુકામ એક જ : સમુદ્ર.
નર્મદા પશ્ચિમ તરફ વહે તોય સમુદ્રને મળે. ગંગા પૂર્વ તરફ વહે તોય સમુદ્રને મળે. અહીં જ સિદ્ધાચલ પર જુઓને ! કોઈ અહીંથી ચડે, કોઈ ઘેટીપાગથી ચડે, કોઈ રોહિશાળાથી ચડે,
૩૯૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ