Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ભગવન્ ! દેહ સાથેનો અભેદ તોડો
ચૈતન્ય સાથેનો અભેદ જોડો.
મંદિરમાં ભગવાન પાસે આ માટે જ જવાનું છે. માત્ર હાથ જોડીને મંદિરમાંથી બહાર નથી આવવાનું. એવા દર્શન કરવા કે એક દિવસ હૃદયમાં રહેલા ભગવાન પણ દેખાય. ચોવીસેય કલાક ભગવાન દેખાઈ શકે.
* સમ્યક્ત્વ બે પ્રકારે : વ્યવહાર અને નિશ્ચય. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા આ લક્ષણો દ્વારા અંદર રહેલું સમ્યક્ત્વ જણાય. એની ખામી તો સમ્યક્ત્વની ખામી સમજજો.
આ પાંચ લક્ષણો હોય તો સમજી લેજો ઃ સમ્યક્ત્વ આવી ગયું છે. આ વ્યવહાર સમક્તિ છે.
દેહાધ્યાસ તૂટે તે નિશ્ચય સમક્તિ છે. વિવેકાષ્ટક [જ્ઞાનસાર૧૫મું અષ્ટક] વાંચતાં તમને એનો વિશેષ ખ્યાલ આવશે.
સમ્યક્ત્વ એટલે અંદર રહેલી પરમ ચેતનાના પ્રકટીકરણની તીવ્ર ઈચ્છા. આ જ મોક્ષની ઈચ્છા છે. ધ્યેય તરીકે જો આ ગોઠવાઈ જાય તો સમજી લેવું : શુદ્ધ પ્રણિધાન થઈ ગયું છે.
પછી મોક્ષ-માર્ગની સાધના શરૂ થશે.
શરીરની સુવિધા, અનુકૂળતા વગેરેની જેટલી વિચારણા કરીએ છીએ, એ માટે જેટલું બોલીએ છીએ, તેના કરતાં હજારમા ભાગની વાત પણ આત્મા માટે આપણે કદી કરીએ છીએ ખરા ?
ઉપા. યશોવિજયજી મ. કહે છે :
देहात्माद्यविवेकोऽयं, सर्वदा सुलभो भवे ।
ભવળોટ્યાપિ તવ્યેવ-વિવેહ્ત્વતિદુર્ણમ || -જ્ઞાનસાર,૧૫-૨ દેહ-આત્માનો અભેદ તો હર ભવમાં મળે છે, પણ ભેદજ્ઞાન ક્રોડો જન્મોમાં પણ દુર્લભ છે.
આજના યુગમાં આત્માની વાત જ ક્રોડો યોજન દૂર ધકેલાઈ ગઈ છે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૩૦૭