Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
રહ્યા છે. મોહનું રાજ્ય છે તેમ ભગવાનનું પણ રાજ્ય છે. મોહનો કિલ્લો ભગવાન સિવાય બીજા કોઈથી પણ તૂટી શકે તેમ નથી. . માટે જ આપણા સર્વ સૂત્રોમાં વિવિધરૂપે ભગવાન બિરાજમાન છે.
લોગસ્સમાં નામરૂપે. અરિહંત ચેઈઆણંમાં સ્થાપનારૂપે.
નમુત્થણમાં દ્રવ્ય અને ભાવ અરિહંતોની સ્તુતિ છે. કોઈ એવું સૂત્ર નહિ હોય, જેમાં કોઈ ને કોઈ રૂપે ભગવાન ન હોય.
* મોહનું આક્રમણ નિષ્ફળ બનાવવા ભગવાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. મોહનું આક્રમણ આપણા સામર્થ્યથી ખાળી શકાય તેમ નથી. કોઈ સમર્થનું શરણું લેવું જ પડશે. ભગવાન વિના બીજો કોઈ સમર્થ નથી. આ સમર્થના ચરણ જેમણે પકડી લીધા તેમનું કામ થઈ ગયું.
પ્રભુ-પદ વળગ્યા તે રહ્યા તાજા;
અળગા અંગ ન સાચા રે....” મોહ અને કષાયોના કારણે તમારો આત્મા ત્રિવિધ તાપથી સળગી જ રહ્યો છે. બીજાની તો ઠીક, આપણને આપણા આત્માની પણ દયા નથી આવતી. બીજા બળતા હોય ને દયા આવે, તો જાત પર દયા ન આવે ?
મોહથી બળી રહ્યા છીએ. એવું સમજાય, પછી જ સરોવર સમા અરિહંતનું શરણું લેવાનું મન થાય, સાધુનું શરણું લેવાનું મન થાય.
અહો ! અહો ! સાધુજી સમતાના દરિયા' તમારા શરણે કોઈ આવે તો શાંતિ મળે ને ? તમને સ્વયંને આ વિશ્વાસ ખરો ?
* મોહરાજાએ ભગવાન અને આપણી વચ્ચે એવો ભેદ પાડ્યો છે કે અભેદભાવે ભક્તિ થઈ શકતી નથી.
ભગવાનને કહો : ભગવદ્ આપની સાથે હું અભેદ સાધી શક્તો નથી. જીવો સાથે પણ અભેદ સાધી શકાતો નથી. હા જડ સાથે અભેદ જરૂર સાધ્યો છે.
૩૮૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ