Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
બનાવી દીધી. એમાં મારી જ પરમ ચેતનાને વિકસિત કરનારા પરિબળો છૂપાયેલા છે, એ જોવાનું ભૂલી ગયા.
આ દષ્ટિ ખુલી જાય તો ચૈત્યવંદનાદિ તમામ ક્રિયા યાંત્રિક ન લાગે, જડ રૂઢિ ન લાગે, પણ દરેક ક્રિયામાં જીવંતતા આવે, ડગલે ને પગલે ક્રિયા કરતાં આનંદ આવે.
ભગવાનનું બહુમાન હૃદયમાં ગોઠવાઈ ગયું એટલે સમજી લો : આપણા બધા જ શુષ્ક અનુષ્ઠાનો નવપલ્લવિત બની ઊઠ્યા, આપણી પાનખર વસંતમાં બદલાઈ. આપણું રણ વૃંદાવન બની ગયું !
* મુક્તિપ્રયાણમાં આપણે ક્યાં સુધી પહોંચ્યા ? તે જાણવું હોય તો આપણા ગુણો તપાસો. માર્ગાનુસારીના ગુણો છે ? મિત્રાદષ્ટિના ગુણો છે ? પાપ કરતાં ડર લાગે છે ? કે પાપ કરતાં આનંદ આવે છે ?
ગુણો વિના કદી સાચા અર્થમાં મુક્તિપ્રયાણ થઈ શકતું નથી.
દોષો તો કાંટા જેવા છે, જે આપણને મુક્તિમાર્ગ ચાલતાં રોકી દે છે.
રસ્તે ચાલતાં કાંટા પણ વાગે. [જઘન્ય વિજ્ઞ]. રસ્તે ચાલતાં તાવ પણ આવે. [મધ્યમ વિપ્ન રસ્તો ભૂલાઈ પણ જાય. [ઉત્કૃષ્ટ વિઘ્ન
આ ત્રણેય પ્રકારના વિઘ્નો પાર કરતાં-કરતાં આપણે મુક્તિનગરે પહોંચવાનું છે.
માત્ર આપણે જ નથી ચાલવાનું, આપણી સાથે ચાલનારને સહાયક પણ બનવાનું છે, પાછળ ચાલનારો રસ્તો ભૂલી ન જાય માટે રસ્તામાં નિશાની [2] કરીએ છીએ ને ? આપણે પણ આવું કાંઈક કરતા-કરતા આગળ વધવાનું છે. આપણા પૂર્વાચાર્યોએ આવું કર્યું છે. આ ગ્રંથો એ બીજું કાંઈ નથી. મુક્તિમાર્ગમાં પ્રયાણ કરતા આપણા પૂર્વાચાર્યોએ કરેલી નિશાનીઓ છે, તમારી ભાષામાં કહું તો માઈલસ્ટોન્સ છે.
પૂર્વાચાર્યો કહે છે : જલ્દી કરો. પ્રયાણમાં મોડું થશે તો તડકો [ભવતાપ] તપી જશે. ચાલતાં બહુ કષ્ટ પડશે. [ભવ-બ્રમણના કષ્ટો]
કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૮૯