Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આત્મા યાદ આવ્યા પછી તેના છ સ્થાન અંગે વિચારણા કરવાની ઃ
૧. આત્મા છે. ૨. આત્મા નિત્ય છે. ૩. આત્મા કર્મનો કર્તા છે. ૪. આત્મા કર્મનો ભોક્તા છે. ૫. મોક્ષ છે. છે. આત્માનો ઉપાય છે. * આ બધી વિચારણા ભગવાનની કૃપાથી જ મળે.
ઈન્દ્રભૂતિ ગૌતમ આત્મા અંગે જ શક્તિ હતા. ભગવાનને મળ્યા પહેલા સમક્તિ હતું ? ભગવાન મળ્યા પછી જ સમક્તિ મળ્યું ને ? આ ભગવાનનો પ્રભાવ છે.
ભગવાનના બહુમાન વિના આવા ગુણોની પ્રાપ્તિ થતી નથી.
મારી બીજી વાતો ભલે તમે ભૂલી જાવ, યાદ ન રાખી શકો. માત્ર આટલું જ યાદ રાખજો: ભગવાન પર બહુમાન પેદા કરવું છે.
ભગવાન પર બહુમાન થશે તો બીજું બધું પોતાની મેળે થઈ પડશે. પ્રથમ માતા-પિતાનું બહુમાન કરો.
માતા-પિતાનું બહુમાન ગુરુનું બહુમાન જન્માવશે.
ગુરુનું બહુમાન શાસ્ત્ર અને ભગવાનનું બહુમાન જન્માવશે. ભગવાનનું બહુમાન થયું એટલે સમજો ઃ મુક્તિ તરફનું પ્રયાણ શરૂ થયું.
ભગવાનનું બહુમાન એટલે અંતતોગત્વા આપણી જ પરમ ચેતનાનું બહુમાન.
મોક્ષ તરફ પ્રયાણ એટલે આપણી જ પરમ ચેતના તરફનું પ્રયાણ...!
ચૈત્યવંદનાદિ ક્રિયા પરમાત્મા પર બહુમાનની જ ક્રિયા છે. આપણે એને દૈનિક ક્રિયામાં જ ખપાવી દીધી, તેને માત્ર યાંત્રિક
૩૮૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ