Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મારી આ સુપ્રાર્થના હો...! માત્ર પ્રાર્થના નહિ પણ “સુ-પ્રાર્થના' કહ્યું.
ઘણીવાર મહેમાનો સમક્ષ ઔપચારિકતા ખાતર પણ આમંત્રણ અપાતું હોય છે. નહિ, અહીં સુ-આમંત્રણ, સુ-પ્રાર્થના છે. હૃદયપૂર્વકની પ્રાર્થના છે.
અહીં પોતાની શક્તિ ન ચાલે, ભગવાનની શક્તિથી જ આ બધું થઈ શકે. માટે જયવીયરાયમાં લખ્યું :
‘દોડ મ તુqમાવો પ્રભુ...! મને આપના પ્રભાવથી મળો.
- આપણો અહંકાર પોતાના પર એટલો મુસ્તાક રહેવા ચાહે છે કે કોઈને પોતાના મસ્તકે ધરવા તૈયાર થતો નથી .
“પ્રભુ...! આપના પ્રભાવથી મળો.” આવું અહંકારહીન હૃદય જ બોલી શકે.
* ઘણીવાર લોકો કહેતા હોય છે : આપને પ્રભુ પર જેટલું બહુમાન છે, એટલું અમને કેમ નથી થતું !
હું પોતે પણ વિચારું છું : બાળપણથી જ મને પ્રભુનો પ્રેમ કેમ પેદા થયો ? જરૂર પૂર્વ જન્મમાં ભગવાનનો પ્રેમ પેદા થયો હશે. માટે જ તમને કહું છું : પ્રભુને ચાહવાનું શરૂ કરો. તમારી સાધના શરૂ થઈ જશે. આ જન્મમાં સાધના અધૂરી રહેશે તો પણ ભવાંતરમાં આ સાધના સાથે ચાલશે.
હું તમને આ બધું એટલે શીખવી રહ્યો છું કે આ બધું મારે ભવાંતરમાં સાથે લઈ જવું છે. બીજાને આપ્યા વિના આપણા ગુણો સાનુબંધ બની શકતા નથી, ભવાંતરમાં સાથે ચાલી શકતા નથી.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૮૩