Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ગૃહસ્થપણામાં લટકા સાથે કહેતા : અક્ષય ! તમે દીક્ષા લો છો ? શું છે દીક્ષામાં ? ગૃહસ્થપણામાં રહીને સાધના ન થઈ શકે ? ભગવાન મહાવીરના આનંદ-કામદેવ જેવા શ્રાવકોએ પણ દીક્ષા હોતી લીધી. તમે એમનાથી પણ વધ્યા ?
સાધુઓ તો તમે જુઓ છો ને ? દીક્ષા લીધા પછી શું કરે છે? પણ હું દીક્ષા લેવાના ભાવમાં મક્કમ રહ્યો.
સાધુપણામાં જે સાધના થઈ શકે તે ગૃહસ્થપણામાં શી રીતે થઈ શકે ?
* આ જીવનમાં નક્કી કરી જ લો કે મારે ભગવાન મેળવવા જ છે. એ વિના રહેવું જ નથી.
ધુંઆડે ધીજું નહિ સાહિબ, પેટ પડ્યા પતીજે...” એમ પ્રભુને કહી દો.
પ્રણિધાન [નિર્ધાર, દઢ સંકલ્પ] પાકું હશે તો સિદ્ધિ ક્યાં જશે? મોહરાજાનું આ જ કામ છે : તમારા નિર્ધારને તોડી નાખવો.
દીક્ષા લીધી ત્યારે આપણો ધ્યેય શું હતો? આજે શો છે? બદલાઈ નથી ગયો ને ? મોહરાજની ચાલ સફળ નથી બનીને? ભગવાનની અને ગુરુની કૃપા વિના મોહરાજાની ચાલથી બચી શકાય નહિ.
આજનો દિવસ તો અપૂર્વ છે. રોજ વાચના જ સાંભળીએ છીએ. આજે તો ભગવાન સામેથી મળવા આવ્યા; જે હિમાલયમાં બિરાજમાન થવાના છે. વાચનાની વાતનો સીધો જ અમલ થયો.
ભગવાન તો દર છ મહિને [સમુદ્યાત રૂપે] મળવા આવે જ છે. આપણે ક્યાં સન્મુખ થઈએ છીએ ?
બારી ખુલ્લી હોય તો સૂર્ય આવે જ. હૃદય ખુલ્લું હોય તો ભગવાન આવે જ. આપણે હૃદય બંધ કરીને પોકારીએ છીએ : ભગવન્! પધારો.
પણ ભગવાન ક્યાં આવે ? બારી બંધ હોય તો સૂર્ય શી રીતે આવે? ભગવાન તો ગુણરૂપે સર્વત્ર વ્યાપ્ત છે જ. જુઓ ભક્તામરમાં
૩૮૦ જે કહ્યું, કલાપૂર્ણસૂરિએ