Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
૧૫૦૦ તાપસીને પહેલા ભગવાન નહિ, ગુરુ મળ્યા છે. ગુરુના બહુમાને એમને કેવળજ્ઞાનની ભેટ ધરી. ““ઓહ ! આવા મહાન યોગી ? અમે વર્ષો સુધી સાધના કરી છતાં અષ્ટાપદ પર ચડી શક્તા નથી ને આ રમતમાં ઉપર ચડી ગયા ? અહો આશ્ચર્યમ્ | ગુરુ તો આવા જ કરવા. આવા વિચારથી એમને ગુરુ પ્રત્યે આદરભાવ પેદા થયો.
શરૂઆતમાં જીવો બાહ્ય આડંબર જોઈને જ આકર્ષિત થતા હોય છે. ભગવાનના અષ્ટ પ્રાતિહાર્યો આટલા માટે જ હોય છે. એ જોઈને અનેક જીવો તરી જતા હોય છે. નહિ તો અપરિગ્રહી અને વીતરાગને આ અષ્ટ પ્રાતિહાર્યો અને ૩૪ અતિશયોનો ઠાઠ શા માટે?
પણ તીર્થકરોની વિભૂતિનું અનુકરણ આપણાથી ન થાય. સોના-ચાંદીની ઠવણી રાખીને આડંબર ન રાખી શકાય. રાખવા ગયા તે ગયા. આચાર્ય રત્નાકરસૂરિજીની ચાંદીની ઠવણી જોઈ એક દઢધર્મી વ્યકિતએ પૂછેલું : ભગવન્! ગૌતમસ્વામી સોનાની ઠવણી રાખીને કે ચાંદીની ઠવણી રાખીને વ્યાખ્યાન આપતા ? આચાર્ય અર્થ સમજી ગયા. બીજે દિવસે પરિગ્રહનું વિસર્જન કર્યું.
ભગવાનની વાત જુદી છે. આપણી વાત જુદી છે.
ગૌતમસ્વામીની બાહ્ય લબ્ધિથી પ્રભાવિત થયેલા ૧૫૦૦ તાપસોએ દીક્ષા સ્વીકારી અને અંતે કેવળી બન્યા.
૧૫૦૦ તાપસીના પારણા માટે ગૌતમસ્વામી માત્ર એક પાત્રી ખીર લાવ્યા, પણ કોઈને એ વિચાર ન આવ્યો : આટલી ખીરથી તો બધાને તિલક પણ નહિ થઈ શકે, તો પેટ શી રીતે ભરાશે ?
બધા એટલા સમર્પિત હતા કે કોઈને આવો વિચાર આવ્યો નહિ. આ સમર્પણના જ પ્રભાવથી ૫૦0 તાપસો તો ખીર વાપરતાંવાપરતાં જ કેવળી બની ગયા. આને કહેવાય : “ગુરુ-વહુમાળો મોવવો ?'
* મારવાડમાં વીંછને પકડવા ચીપિયા અને મોટા સાપને પકડવા સાણસા ઘરમાં રાખવામાં આવે. આપણા મનના ઘરમાં કષાયરૂપી વીંછી-સાપ આવી જશે ત્યારે શું કરીશું ? ચીપિયા અને
૩૦૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ