Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આ બધું કહેવું, સાંભળવું કે લખવું સહેલું છે, પણ તે પ્રમાણે જીવવું ખૂબ જ કઠણ છે. તમારા માટે જ નહિ, મારા માટે પણ કઠણ છે.
* કષાયોના આવેશ વખતે શું કરશો ? કષાયો તમને શીખવાડશે : ‘‘હવે હું એની સાથે બોલીશ નહિ. એનું કામ કરીશ નહિ. એની સાથે કોઈ વ્યવહાર રાખીશ નહિ.'' પણ આ વિચારોને તમે અમલમાં નહિ મૂકતા. થોડો સમય જવા દેજો. આવેશ પોતાની મેળે શમી જશે. આવેશ વખતે કરાયેલો કોઈપણ નિર્ણય પ્રમાણભૂત નહિ ગણતા. આમ કરશો તો ક્રોધને નિષ્ફળ બનાવી શકશો. શાસ્ત્રકારો આ જ કહે છે : જોરૂં સર્વાં ઝુવ્વિપ્ના
ક્રોધ ભલે ગમે તેવો અજેય ગણાતો હોય, પણ તેનાથી ડરી નહિ જતા. સમ્રાટ્ નેપોલિયન બોનાપાર્ટ અજેય ગણાતો હતો. એનું નામ સાંભળતાં જ લોકો ધ્રુજવા માંડતા. છતાં એની પણ નબળી કડી હતી. શત્રુઓને આની ખબર પડી. ચાલુ લડાઈમાં સમાચાર મોક્લવામાં આવ્યા : તમારી પ્રિયતમાનું મૃત્યુ થઈ ગયું છે. ખલાસ ! ખૂંખાર નેપોલિયન ઢીલોઢફ થઈ ગયો ! લડાઈ હારી ગયો.
દુર્જય જણાતા ક્રોધને હટાવવો હોય તો ક્ષમા લાવી દો. કદી ન હારતો ક્રોધ, ક્ષમા પાસે હારી જશે.
ચાર કથા ચાર સંજ્ઞા વધારે
સ્ત્રીકથા : મૈથુનસંજ્ઞાન વધારે
ભક્તકથા : આહારસંજ્ઞા વધારે
દેશકથા : ભયસંજ્ઞા વધારે. (પાડોશી દેશોના લશ્કરની વાત સાંભળતાં યુદ્ધાદિનો ભય લાગે.)
રાજકથા
: પરિગ્રહ સંજ્ઞા વધારે. (રાજાઓના વૈભવનું વર્ણન સાંભળીને તેવી-તેવી ચીજો લાવવાની ઈચ્છા થાય.)
362
* કહ્યું, કલાપૂર્ણસૂરિએ