Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* ગુરુકૃપાના સ્પર્શથી અઘરા કાર્યો પણ સરળ બની જાય. એકવાર અનુભવ કરીને જુઓ. ગુરુને સમર્પિત થઈને અનુભવ કરી જુઓ.
* તમારા બધામાંથી કદાચ એકનું પણ જીવન-પરિવર્તન ન થાય તો પણ મને તો લાભ જ છે. મને તો કમિશન મળવાનું જ. કારણ કે હું તો એજન્ટ છું. માત્ર ભગવાનની વાતો તમારા સુધી પહોંચાડવાનું જ મારું કામ છે.
* શુભગુરુ તો મળ્યા, પણ પછી શું ? ગુરુના વચનની અખંડ સેવા. પંચસૂત્રમાં લખ્યું : આ ગુરુની સેવાથી મને મોક્ષનું બી મળો.
'होउ मे इओ मुक्खबीअंति ।'
ગુરુ મળે, પણ ફળે ક્યારે ? એમનું માનીએ તો. ન માનીએ તો ગુરુ-યોગનો કોઈ મતલબ નથી.
એક શિષ્ય ગુરુની ૧૨ વર્ષ સુધી સેવા કરી, ખડે પગે સેવા કરી, પણ ગુરુએ હજુ એક અક્ષર પણ શીખવ્યો નથી.
એક વખતે રાત્રે સાપ આવ્યો અને કહેવા લાગ્યો : ““આ તમારા શિષ્યની સાથે મારે પૂર્વ જન્મનું વૈર છે. હું તેનું લોહી પીવા આવ્યો છું.”
તમારે લોહીથી જ કામ છે ને ? હું જ એ તમને આપી દઉં તો નહિ ચાલે ?'
સાપે કહ્યું : “ચાલશે”
ગુરુ ઊંઘતા શિષ્યની છાતી પર ચડી બેઠા. છરીથી શરીર થોડું કાપી લોહી સાપને પીવડાવ્યું.
સાપ ચાલ્યો ગયો. બીજા દિવસે ગુરુએ પૂછ્યું : “ત્યારે તને શો વિચાર આવેલો ?'
ગુરુ કરતા હશે તે મારા હિત માટે જં કરતા હશે. એમાં બીજું વિચારવાનું જ શું હોય ?' આવા શિષ્યના પ્રત્યુત્તરથી ખુશ થયેલા ગુરુએ તેને પોતાની કળા શીખવાડી.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૦૦