Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા વૈશાખ વદ-દ્વિ-૯ ૨૮-૫-૨૦૦૦, રવિવાર
★ जो पंच इंदियाइं सन्नाणी विसयसंपलित्ताई ।।
नाणंकुसेण गिण्हइ, सो मरणे होइ कयजोगो ॥१३६।।
* જિન-વચનમાં જેને આદર થયો તેનો યશ ચોમેર પ્રસરે જ, અંતતઃ મોક્ષ પણ મળે જ.
'जइ इच्छह परमपयं, अहवा कित्तिं सुवित्थडं भुवणे । ता तेलुक्कुद्धरणे, जिणवयणे आयरं कुणह ॥ જિન-વચનનો આદર કરીએ તો મોક્ષ છે. જિન-વચનનો અનાદર કરીએ તો સંસાર છે. આદર કરવો એટલે હૃદયથી સ્વીકારવું ? પ્રભુ....! આપ કહો તેમ જ છે. તે જ સાચું છે.
“સેવં અંતે સેવં અંતે તમેવ સઘં .” ભગવતીના દરેક ઉદ્દેશાના અંતે ભગવાનને ગૌતમ સ્વામી કહે છે : પ્રભુ....! આપ કહો છો તેમ જ છે, તે જ સાચું છે.
શ્રદ્ધા અને બહુમાનપૂર્વક અનુષ્ઠાન કરવામાં આવે તો જ કર્મનિર્જરા થાય. કર્મ-નિર્જરા થાય તો જ આનંદ વધે. આનંદ કેટલો વધ્યો ? જેટલો આનંદ વધતો જતો હોય તેટલા પ્રમાણમાં કર્મનિર્જરા થઈ, એમ માનજો. આ આનંદ સમતાજન્ય હોવો જોઈએ.
કહ્યું કલાપૂર્ણસૂરિએ કે ૩૧૩