Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આ પંક્તિ આ જ વાત કહે છે ઃ તમે ખરેખર બીજાને મારતા નથી, તમારી જાતને જ મારી રહ્યા છો. બીજાને એકવાર મારીને તમારા પોતાના ઓછામાં ઓછા દસ વાર મૃત્યુ નિશ્ચિત કરી લો છો.
ગૃહસ્થ જીવનમાં દાન-પરોપકાર વગેરે પ્રવૃત્તિ હતી. અહીં આવ્યા પછી દાન-પરોપકાર બંધ થયા અને જીવનિકાયની સાથે પણ આપણે તાદાભ્ય સાધી શક્યા નહિ તો આપણી હાલત ઊભયભ્રષ્ટ બનશે.
નિર્દય હૃદય છકાયમાં જે મુનિ વેશે પ્રવર્તે રે; ગૃહ-યતિલિંગથી બાહિરાતે નિર્ધન-ગતિ વર્તે રે...'
– ઉપા. યશોવિજયજી મ. * સાધુ-જીવન એટલે એવું જીવન જ્યાં પર-પીડનનો કે પરઅહિતનો વિચાર જ ન આવી શકે.
* જેટલી અશુભ ભાવની તીવ્રતાથી પાપ થયેલું હોય તેટલી જ શુભ-ભાવની તીવ્રતા ઊભી કરીએ તો જ એ પાપ ધોઈ શકાય.
* આપણા સંસારના બે જ કારણ છે : વિષય અને કષાય.
વિષય આપણને જડના રાગી બનાવે છે, કષાય જીવના દ્વેષી બનાવે છે. જડનો રાગ અને જીવનો દ્વેષ જ સંસારનું મૂળ છે.
પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. આ વાત ઘૂંટી ઘૂંટીને સમજાવતા. * ભોજન નીરસ તેનું ભજન સરસ.
ભોજન સરસ તેનું ભજન નીરસ. નિર્મળતા જોઈતી હોય તો ભોજનમાં સ્નિગ્ધતા છોડો. બહુ જ ઉત્તમ પ્રકારે પ્રભુ-ભક્તિ કરી શકશો.
* સમ્યગ્દર્શનને નિર્મળ કરવા માટેના બે આવશ્યક છે : (૧) ચતુર્વિશતિ સ્તવ : દેવની ભક્તિ. (૨) વાંદણા : ગુરુની ભક્તિ.
૩૨૦ જ કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ