Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ડોલ કૂવામાં પડેલી હોય, પણ દોરી હાથમાં જ હોવી જોઈએ. ભલે આપણું તન વ્યવહારમાં હોય, પણ નિશ્ચયરૂપી દોરી કદી છોડવી ન જોઈએ. નિશ્ચયરૂપી દોરી છુટી જશે તો આત્મઘટ ડૂબી
જશે.
* આત્મસંપ્રેષણની રીત : પોતાનો નાનો પણ દોષ પહાડ જેવો માનવો. બીજનો નાનો પણ ગુણ પહાડ જેવો માનવો. તો જ સાચી અનુમોદના અને સાચી દુષ્કૃત-ગહ થઈ શકશે.
ગુણરૂપી દોરડા બહુ જ વિચિત્ર છે. આપણા ગુણરૂપી દોરડા બીજા પકડે તો તેઓ કૂવામાંથી બહાર નીકળે, પણ આપણે જ પકડી લઈએ તો ડૂબી મરીએ !
જેઓ અનુમોદનાના નામે સ્વ-પ્રશંસામાં પડી જાય છે, તેમણે ચેતવા જેવું છે.
* કષાયોના ક્ષય વિના આપણું ક્ષેમ નથી. કષાયો મંદ પડી જાય તો પણ ભરોસામાં બેસી રહેતા નહિ. જ્યાં સુધી ક્ષાયિકભાવ ન પ્રગટે ત્યાં સુધી પલાંઠી વાળીને બેસી રહેવા જેવું નથી.
* શત્રુ-વિમાન, એરોડ્રામ પર પ્રથમ હુમલો કરે તેમ મોહરાજા આપણા મન પર પ્રથમ હુમલો કરે છે. મન જ આપણું મુખ્ય મથક
ઘણા કહેતા હોય છે : માળા ગણું ને મન ભાગવા માંડે છે. એટલે હું તો માળા ગણતો જ નથી ! ભણવા માંડીએ ને ઊંઘ આવે. એટલે આપણે તો ભણતા જ નથી. પૂજા કરવા માંડીએ ને મન ચક્કર-ચક્કર ફરે. એટલે આપણે તો પૂજા કરતા જ નથી. આવા માણસો પાછા હોંશિયારી મારતા કહેતા હોય છે : આપણે દેખાવ માટે કાંઈ કરતાં જ નથી. મન લાગે તો જ કરવું. આ જ આપણો સિદ્ધાન્ત.
આવા માણસોને કહેવાનું : માળા ગણવાથી મન ચપળ નથી થયું. મન ચપળ તો હતું જ, પણ માળા ગણતાં તમને ખબર પડી
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જે ૩૬૯