Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
જેઠ વદ દ્વિ-૧ ૧૮-૬-૨૦૦૦, રવિવાર
* ““હું જ સાધના કરું, બીજા બધા ભલે એમને એમ રહે. હું જ એકલો પામી જાઉં, ભણી જાઉં, બીજા ભલે એમને એમ રહે” આ કનિષ્ઠ ભાવના અહીં ન હોય. અહીં તો એવી વિશાળ ભાવના હોય કે હૃદયમાં સૌનો સમાવેશ થાય.
નયવિજયજીએ એ વિચાર ન કર્યો : હું નથી ભણ્યો તો મારો શિષ્ય શા માટે ભણે ? નહિ, એમણે પોતાના શિષ્યને
યશોવિજયજીને ભણાવી સારી રીતે તૈયાર કરવા કાશી સુધી વિહાર કર્યો.
આવી ઉદાત્ત ભાવના આ જિનશાસનના પાયામાં પડેલી છે.
આગળ વધીને સર્વ જીવોનું કલ્યાણ આ જિનશાસનમાં સમાયેલું છે. આ બુનિયાદી વિચાર પર જ પાંજરાપોળો ઈત્યાદિ જૈનો ચલાવે
છે.
* હજુ પૂ. સાગરજી, પૂ. નેમિસૂરિજી, પૂ. પ્રેમસૂરિજીના વખતમાં સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો ભણનારા મુનિઓ હતા. આજ-કાલ એ અભ્યાસ ઘણો ઘટી ગયો છે.
આપણે ભગવાનના આગમો નહિ ભણીએ તો કોણ ભણશે? આ પરંપરા શી રીતે ચાલશે ?
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ છ