Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જણાવવા જ જાણે નવકારમાં સૌ પ્રથમ “નમો’ મૂક્યો છે. “નમો એટલે જ વિનય. “નમો’ એટલે જ ધર્મનું પ્રવેશદ્વાર. એ વિના તમે ક્યાંયથી ધર્મના રાજમહેલમાં પ્રવેશ કરી શકો નહિ.
વિદ્યા-વિનયને ટકાવનાર પણ વિનય છે. જો વિનય જતો રહે તો આગળના ગુણો મળેલા હોય તોય ચાલ્યા જાય. ““જોગ કરી લઈએ, પદવી લઈ લઈએ પછી, ગુરુ, ગુરુના રસ્તે હું મારા રસ્તે. ગુરુને કોણ પૂછે છે ?” આવો વિચાર અવિનયના ઘરનો છે.
વિનય-વિવેકપૂર્વક આવેલો વૈરાગ્ય જ જ્ઞાનગર્ભિત હોય છે.
* આ જગતની સૌથી મોટી સેવા કઈ ? આપણા નિમિત્તે અસંખ્ય જીવો ક્ષણે ક્ષણે ત્રાસ અનુભવે છે. આ ત્રાસમાંથી જીવોને છોડાવવા એ જ આ દુનિયાની મોટી સેવા ! આપણે એક મોક્ષમાં જઈએ એટલે આપણા નિમિત્તે અસંખ્ય જીવોને થતો ત્રાસ અટકે. આ પણ આ દુનિયાની મોટી સેવા છે.
એક ગુંડાએ કોઈ ચિંતકને પૂછયું : ““હું સમાજની કઈ રીતે સેવા કરું ?''
તમે કોઈને આડા ન આવો એ પણ સમાજની મોટી સેવા ગણાશે. તમે શાંત બેસી રહો તો પણ મોટી સેવા ગણાશે.” ચિંતકનો આ જવાબ મુક્તિના પરિપ્રેક્ષ્યમાં વિચારવા જેવો છે.
આપણું જીવન સતત બીજાને ત્રાસરૂપ થતું આવ્યું છે. એ ત્રાસ તો જ અટકે જો આપણે મોક્ષમાં જઈએ.
* ભગવદ્બહુમાન મોક્ષનું બીજ છે. નાનકડા બીજમાંથી વિશાળ ઘેઘૂર વડલો થાય.
લુણાવામાં એક વડલો છે. એવો મોટો છે કે કોઈ દીક્ષા વગેરેના પ્રસંગે મંડપની જરૂર જ ન પડે. એની નીચે અનેક દીક્ષાઓ થયેલી છે.
એક નાના બીજમાંથી વિશાળ વડલો બને તેમ પ્રભુના બહુમાનરૂપ બીજમાંથી સાધનાનું તોતીંગ વૃક્ષ તૈયાર થાય. . માટે જ હું આ બીજ પર જોર આપું છું. ખેડૂત બીજું બધું કરે,
કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ ૩૫