Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કરુણાનો, અનુકંપાનો આવિર્ભાવ થયો છે.
સૌથી વધુ દુઃખી કોણ ? આ પ્રશ્નના જવાબમાં ભગવાને કહ્યું : અવિરત સમ્યગૃષ્ટિ દુઃખી છે. નરક કે નિગોદ આદિના જીવો દુઃખી ખરા, પણ સ્વ-દુઃખે દુઃખી છે, જ્યારે સમ્યદૃષ્ટિ પરદુઃખે દુઃખી છે.
આને અનુકંપા કહેવાય.
* વિનયવિજયજી મ. કહે છે : કોઈના પર પણ વેર-વિરોધ રાખવા જેવો નથી. કારણ કે બધાય જીવો સાથે અનંત કાળમાં અનંતીવાર માતા-પિતા આદિનો સંબંધ આપણે બાંધ્યો છે. તેમની સાથે શત્રુતા કેમ રખાય ?
બીજા સાથે શત્રુતા રાખવી, એટલે પોતાની સાથે જ શત્રુતા રાખવી. બીજા સાથે મિત્રતા રાખવી એટલે પોતાની સાથે જ મિત્રતા રાખવી. કારણ કે અંતતોગત્વા આપણી ઉપર જ એ ફળે
કદાચ કોઈના પર ઉપકાર કરીએ તો પણ શું થઈ ગયું ? અનંતકાળમાં આપણે કેટલાનું ઋણ લીધું છે ? કંઈક કરીશું તો જ આપણે કંઈક અંશે ઋણ-મુક્ત બની શકીશું ને ?
* ‘નિર્વાણપદ્વમગ્રેષ્ઠ, માવ્યતે યમ્મુહુર્મુહુઃ |
तदेव ज्ञानमुत्कृष्टं, निर्बन्धो नास्ति भूयसा ।। જ્ઞાનસારના આ શ્લોક પર પોતાના ગુજરાતી ટબ્બામાં પૂ. ઉપા. યશોવિજયજીએ ““એક સામાયિક પદના શ્રવણથી અનંતા જીવો મોક્ષમાં ગયા છે.” એમ ઉમાસ્વાતિજીએ કહ્યું છે.” એમ હવાલો આપ્યો છે.
બધું કરીને આપણે સામાયિકના ફળરૂપ સમતા મેળવવાની છે. માત્ર મોક્ષનો જાપ કરવાથી મોક્ષ નહિ મળે. મોક્ષ માટે મોક્ષની સાધનારૂપ સામાયિકનો આશ્રય કરવો પડશે. સામાયિકથી સમતા મળશે. સમતા તમને અહીં જ મુક્તિનો આસ્વાદ કરાવશે.
એક હાથમાં સુષ્માનું માથું ને બીજા હાથમાં લોહી નીંગળતી
૩૪૪ જે કહ્યું, કલાપૂર્ણસૂરિએ