Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તલવાર લઈને દોડનાર ચીલાતીપુત્ર ભયંકર દુર્ગાને ચડ્યો હતો, તે સમતાના આશ્રયથી જ શુભ ધ્યાનમાં ચડ્યો. ઉપશમ, વિવેક અને સંવરના ચિંતને તેને શુભ ભાવધારામાં લાવી દીધો.
આ ત્રણ શબ્દોમાં એવું શું હશે, જેથી ચિલાતીપુત્રને સમાધિ લાગી ગઈ ? આપણી સાધના માટે ફીટ બેસે તેવા કોઈ શબ્દો આપણે ન શોધી શકીએ ?
* ચાર પ્રકારના ધ્યાન [આર્ત-રૌદ્ર-ધર્મ-શુક્લ] ના વિસ્તારમાં પૂ. હરિભદ્રસૂરિજીએ આખો ધ્યાન-શતક ઠાલવી દીધો છે.
આપણે જ્યારે શુભ-ધ્યાનમાં નથી હોતા ત્યારે અશુભધ્યાનમાં હોઈએ જ છીએ. કારણ કે આ ચાર ધ્યાન સિવાય બીજું કોઈ ધ્યાન હોઈ જ ન શકે. ખેતરમાં અનાજ ન ઊગે તો ઘાસ તો ઊગે જ. શુભધ્યાન ન હોય ત્યાં અશુભધ્યાન હોય જ.
શુભધ્યાન દ્વારા સમેતા-સમાધિ મળે છે. અત્યારથી જે સમાધિની કળા હસ્તગત નહિ કરીએ તો મૃત્યુ-સમયે સમાધિ શી રીતે મળશે ?
આપણે તો સમાધિ અંગે કંઈ જ વિચારતા નથી. પણ મહાપુરુષો થોડા ભૂલે ? ચંદાવિઝયમાં ખાસ આના પર જ ભાર મૂકવામાં આવ્યો છે.
થોડાક જ કષ્ટથી આપણે સમતાથી ટ્યુત થઈ જઈએ છીએ. એનું કારણ સ્વેચ્છાથી પરિષહો સહિતા નથી તે છે. ખૂબ જ અનુકૂળતાનો મોહ, પરિષહોથી દૂર ભાગવાની વૃત્તિ, માર્ગથી દૂર ખસેડે છે. કર્મ-નિર્જરાની તક દૂર ઠેલે છે. मार्गाऽच्यवन-निर्जरार्थं परिषोढव्याः परिषहाः ।
– તત્ત્વાર્થસૂત્ર જિનોક્ત માર્ગમાં સ્થિર રહેવું ને કર્મની નિર્જરા કરવી હોય તો પરિષદો સહવા જ રહ્યા.
કામદેવ જેવા શ્રાવકો ગૃહસ્થપણામાં પણ પરિષદો સહન કરતા હોય તો આપણે તો સાધુ છીએ.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૪પ