Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પ્રદ્યોતનસૂરિજી પણ ત્યારે સાથે હતા. તેમની આચાર્ય પદવી પણ તે સંઘમાં જ થયેલી, વિ.સં. ૨૦૩૮] એના પર વાચના રાખેલી. ત્યાર પછી અત્યારે ફરીવાર વાચના રાખવામાં આવી છે. અત્યારે પણ આ ગ્રંથ અભુત અને અપૂર્વ લાગે છે. એના સાત અધિકારોમાં અત્યારે ૭મો [મરણ-ગુણ] અધિકાર ચાલે છે. આ ગ્રન્થ પર વાચના પૂરી થયા પછી લલિતવિસ્તરા પર વાચના રાખવાનો ઈરાદો છે.
* આ ગ્રન્થમાં ખાસ કરીને પ્રારંભમાં વિનય પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે.
ભગવાન અને ગુરુનો વિનય ન થાય તો સમક્તિ પ્રગટે નહિ. પ્રગટેલું હોય તો કદી ટકે નહિ.
ભગવાન સ્વયં કહે છે : હું અને ગુરુ અલગ નથી. ગુરુનું અપમાન કરનારો મારું અપમાન કરે છે. ગુરુનું સન્માન કરનારો મારું સન્માન કરે છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે : “ગુર વિકો મોવરવો’ ગુરુ - વિનય જ મોક્ષ છે.
ગુરુ-વિનય આવ્યો એટલે મોક્ષમાર્ગની યાત્રાનો પ્રારંભ થઈ ગયો, સમજો.
જ્ઞાન પુસ્તકને આધીન નથી, ગુરુને આધીન છે. પુસ્તકથી જ્ઞાન મેળવીને ઉદ્ધત થયેલો શિષ્ય જ્યારે કહી દે કે આપને કાંઇ નથી આવડતું, મને વધુ આવડે છે, ત્યારે સમજવું ઃ હવે એના પતનનો પ્રારંભ થઈ ગયો છે.
મહાજ્ઞાની ઉપા. યશોવિજયજી જેવા પણ પોતાની અપેક્ષાએ અલ્પજ્ઞાની પણ ગુરુને સદા આગળ રાખીને કહે છે : “શ્રી નયવિજય વિબુધ પય-સેવક...”
* આજે આપણે જોગ માટે પડાપડી કરીએ છીએ, પણ ગ્રન્થની જ્ઞાનની કે વિનયની આપણને કાંઈ પડી નથી.
વિનયપૂર્વક ગ્રહણ કરેલું જ્ઞાન જ પરિણામ પામે. અભિમાનપૂર્વકનું જ્ઞાન તો અવરોધક છે. યોગોદ્ધહનથી આ જ શીખવાનું છે. દર વખતે આવતા સાત ખમાસમણા વિનયના જ સૂચક છે. યોગોદ્વહન કરાવનારા પણ પોતે કરાવે છે, એમ નહિ, પણ
કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૫૦