Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
“વાસમાં પ્રત્યે પૂર્વના મહાન “ક્ષમાશ્રમણોના હાથે' હું કરાવું છું, એમ માને છે.
* પાટણમાં પૂ. માનતુંગસૂરિજીએ કહેલું : આ ૪૫ આગમોને ભૂલતા નહિ. અમને કેટલીક બાધાઓ પણ આપેલી. આજે આપણી હાલત કફોડી થઈ ગઈ છે. બીજી બધી જંજાળ એટલી વધી ગઈ છે કે આગમો બાજુએ ધકેલાઈ ગયા છે.
* જામનગરમાં વ્રજલાલજી પંડિત અમને પહેલા જૈન ન્યાય કરાવતા હતા. [વિ.સં.૨૦૧૮] પ્રથમ જૈન ન્યાય જ કરવો જોઈએ. પ્રથમથી જ જૈનેતર ન્યાય કરી લેવાથી એમનો જ પક્ષ આપણા મગજમાં સત્ય તરીકે બેસી જાય છે.
તેથી હું પ્રથમ જૈન ન્યાય જ ભણ્યો. પછી ષડ્રદર્શન સમુચ્ચય વગેરે ગ્રંથોનું અધ્યયન કર્યું. સ્યાદ્વાદરત્નાકર પણ શરૂ કર્યું. શરૂઆતના પાઠમાં જ પંડિતજીને પણ કેટલીક પંક્તિઓ ન બેઠી. પંડિતજીને પણ ન બેસે તો મને તો ક્યાંથી બેસે ?
પણ ભગવાનની મૂર્તિ મારી સામે હતી. સ્થાપના ગુરુ મારી સામે હતા. મેં એમને યાદ કર્યા. વંદન કર્યું.
[જેમણે મૂર્તિ છોડી તેમણે ઘણું બધું છોડી દીધું છે.
આ કાળમાં તો મને સ્થાપના ગુરુ પાસેથી ને સ્થાપના-ભગવાન પાસેથી જ મળ્યું છે. મને આનો ઘણીવાર અનુભવ થયો છે. ધ્યાનવિચારના પદાર્થોમાં ઘણીવાર નવી – ફુરણા થાય ત્યારે હું એ બધા પદાર્થો લખી શકે તેવા કલ્પતરુવિજય પાસેથી લખાવી લેતો.]
સ્યાદ્વાદ રત્નાકરની ન બેસતી પંક્તિઓ મને બેસી ગઈ. બીજે દિવસે પંડિતજીને મેં જણાવ્યું ત્યારે તેઓ સ્વયં પણ ચક્તિ બની ગયા. કહ્યું ઃ કોને પૂછ્યું ? તમારા ગુરુદેવ તો અહીં છે નહિ ?
મેં કહ્યું : દેહ રૂપે ભલે ગુરુ નથી, સ્થાપના રૂપે અને નામ રૂપે તો ગુરુ હાજરાહજૂર છે. એમના પ્રભાવે મને આ પંક્તિઓ બેઠી છે. આપણે ગુરુની ગેરહાજરી વિચારીએ છીએ, પણ ગુરુની ગેરહાજરી કદી હોતી નથી. આ સ્થાપનાચાર્ય સુધર્મા સ્વામીથી લઈ અનેકાનેક ગુરુના પ્રતીક છે. એ સામે છે. પછી ગુરુની ગેરહાજરી
૩૫૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ