Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
અનુમોદનથી હું જીવનભર સર્વ સાવદ્ય યોગોનો ત્યાગ કરું છું. પૂર્વે કરેલી સાવદ્ય પ્રવૃત્તિઓની નિંદા-ગહ કરી તે પાપમય આત્માનો ત્યાગ કરું છું.” આ કરેમિ ભંતેનો સંક્ષિપ્ત ભાવાનુવાદ છે.
કરેમિ ભંતે કેવું મહાન સૂત્ર ? એની મહાનતા જાણ્યા પછી પ્રાપ્તિનો સવિશેષ આનંદ થાય.
કુમારપાળે કહ્યું : “બાર વ્રતોની પ્રાપ્તિ આગળ મને ૧૮ દેશની રાજ્યપ્રાપ્તિ ફીકી લાગે છે.”
અહીં તો આપણને સર્વ વિરતિ મળી છે. એનું કેટલું મૂલ્ય અંકાવું જોઈએ ?
આ મહાવ્રતો, આ સામાયિક તો ચિંતામણિ કરતાં પણ વધુ મૂલ્યવાન છે. ચિંતામણિથી પણ અધિક સાચવીને તેની સુરક્ષા કરજે, તેનું સંવર્ધન કરજો.
કરેમિ ભંતેની પ્રતિજ્ઞાથી સર્વ સાવદ્યનો ત્યાગ થાય છે. આથી જગતના સર્વ જીવો રાજી થાય છે. અભયદાન મળતાં કોણ રાજી ન થાય ?
૧૮-૨૦ વર્ષની કુમળી વયે તમારી પુત્રીઓ જ્યારે સંપૂર્ણ સંસારનો પરિત્યાગ કરતી હોય તો તેમના માતા-પિતા રૂપે તમારે વિચારવા જેવું નહિ ?
આ કુમારિકાઓ સંસારનો સંપૂર્ણ ત્યાગ કરી રહી છે ત્યારે તમે કંઈક તો ત્યાગ કરજો, જેથી સર્વ વિરતિ જલ્દી ઉદયમાં આવે.
લોગસના ત્રણ પદમાં નવધા ભક્તિ
:
કિત્તિય ૧ શ્રવણ ૨ કીર્તન ૩ સ્મરણ
વદિય ૪ વંદન ૫ અર્ચન ૬ પાદસેવન
મહિયા ૭ દાસ્ય ૮ સખ્ય ૯ અંત્મ-નિવેદન
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જે ૩૫૫