Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પવિત્ર છે, માટે અનંતા સિદ્ધો અહીં થયેલા છે.
* પાંચ પરમેષ્ઠી જેવું ઉત્તમ દ્રવ્ય. ગિરિરાજ જેવું ઉત્તમ ક્ષેત્ર.
ચોથા આરા જેવો ઉત્તમ કાળ [ આપણા માટે આ જ ચોથો આરો. કારણ કે નામ-મૂર્તિરૂપે અહીં ભગવાન મળ્યા છે.]
હવે ઉત્તમ ભાવ પેદા કરીએ એટલે કામ થઈ જાય.
- આટલી વિશાળ સંખ્યામાં સાધુ-સાધ્વીજીઓ અહીં શા માટે ? આ માટે એકનો ફરીયાદ પત્ર પણ આવ્યો છે. અમે લખ્યું : અહીં અમારે જ્ઞાન-ધ્યાનનો એવો યજ્ઞ શરૂ કરવો છે, જેથી એના દ્વારા રત્નો પેદા થાય ને જિન-શાસન અજવાળે, દીર્ઘ-દષ્ટિથી જોશો તો
આ બધું સમજાશે. | * તમે એક-બે મહિને ૧-૨ દિવસ માટે મુલાકાત લઈ જાવ તો મજા નહિ આવે. જેટલું રહેવાય તેટલું સળંગ રહેશો તો વધુ આનંદ આવશે. વાંકીમાં જેમણે સતત રહીને અનુભવ કર્યો છે, તેમને અનુભવ પૂછી લેશો. શ્વક પૂજય આચાર્યશ્રી વિજય કલાપ્રભસૂરિજી મ.સા.
* જીંદગીનો કેવો સુંદર અવસર જાણવા અને માણવાનો મળ્યો છે ! આત્મ-ઉત્થાનકારી કેવું આ ભવ્ય તીર્થ...? એની ગોદમાં ૪-૪ મહિના રહીને રત્નત્રયીની આરાધના ચતુર્વિધ સંઘે કરવાની છે.
જે રીતે પૂજ્યશ્રીએ કહ્યું : સમગ્ર વાગડ સમુદાયનું ચાતુર્માસ અહીં છે. વાગડ ખાલી છે. પણ ચિંતા નહિ કરતા. શક્તિઓ અહીંથી જ મળશે. વાગડ છોડીને તમે મુંબઈ ગયા તે ધન-સંચય કરવા માટે. અમે અહીં આવ્યા છીએ આત્મ-શક્તિનો સંચય કરવા.
* જે સમાજ પાસે ગુરુ નથી તેની કફોડી સ્થિતિ આપણે નજર સમક્ષ જોઈએ છીએ. એ દૃષ્ટિએ જૈન સમાજ બડભાગી છે, જેને ગુરુ મળ્યા છે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૩૧