Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* ધર્મનો એક અર્થ સ્વભાવ પણ છે.
સાધુ-જીવનમાં દસેય યતિધર્મો આપણો સ્વભાવ બનવો જોઈએ. અત્યાર સુધી ક્રોધ, માન વગેરે આપણા સ્વભાવ રૂપ બની ગયા હતા. હવે ક્ષમા-માર્દવ આદિ સ્વભાવ બનવો જોઈએ. સાધુ-જીવનમાં આ જ કરવાનું છે.
ક્રોધાદિનો સામનો કરવા માટે જ ભગવાને આપણને ૧૦ ચીજો આપી છે. તો જ આપણને સમાધિ મળશે.
આ ગ્રંથમાં સમાધિ પર જ ભાર અપાયો છે. મૃત્યુમાં સમાધિ ક્યારે રહેશે ? જીવનમાં શાન્તિ હશે ત્યારે. શાન્તિ ક્યારે હશે ? ૧૦ પ્રકારનો યતિધર્મ સ્વભાવભૂત બનશે ત્યારે.
પ્રગટ્યો પૂરણ રાગ...' સ્તવનમાં કવિ કહે છે : “વાસિત હૈ જિનગુણ મુજ દિલકું જૈસે સુરતરુ બાગ...'
પ્રભુ...! આપના ગુણોથી મેં મારું હૃદય નંદનવન જેવું બનાવી નાખ્યું છે. ગુણોના ગુલાબથી એ મહેકી ઊઠ્ય છે.
૧૦ યતિધર્મ જીવનમાં આવે ત્યારે જ આવું બની શકે. * સવ્વસ્સવ ફુર્વિતિ... ! પ્રભો ! મનથી મેં દુષ્ટ વિચાર્યું હોય, વચનથી દુષ્ટ ઉચ્ચાર્યું હોય, કાયાથી દુષ્ટ આચર્યું હોય, તે બદલ મિચ્છામિ દુક્કડં માંગું છું.
પ્રતિક્રમણનો આ સાર છે. અતિક્રમણ કરનારી ચેતનાને પ્રતિક્રમણ દ્વારા સ્વ-ઘરમાં પ્રતિષ્ઠિત કરવાની છે.
* નાનું બાળક રૂપિયાની થપ્પીને આગ લગાડે, ભડકો જોઈને આનંદ પામે, ત્યારે તેના પિતાને શું થાય ?
આપણે નાના બાળક જેવા છીએ. સંયમની નોટોને સળગાવી રહ્યા છીએ. પિતાના સ્થાને રહેલા જ્ઞાનીઓને એ જોઈ શું થતું હશે ? તેની તમે કલ્પના કરી શકો છો. * આ પ્રવૃત્તિ બંધ કરવા જ આપણે અહીં એકઠા થયા છીએ.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ કે ૩૪૧