Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
જેઠ સુદ-૧૧ ૧૨-૬-૨૦૦૦, સોમવાર ચંપાબેન ચાંપશી નંદુ હોલ
* जेण जिया अट्ठ मया, गुत्तो वि हु नवहिं बंभगुत्तीहिं ।
आउत्तो दसकज्जे, सो मरणे होइ कयजोगो ॥१३८।। * સાક્ષાત્ તીર્થકર ભલે નથી મળ્યા, છતાં આપણી પુણ્યાઈ સાવ ઓછી છે, એમ ન કહી શકાય. કારણ કે ક્રોડો જીવોને દુર્લભ ભગવાનની વાણી અને ભગવાનની પ્રતિમા આપણને મળ્યા છે.
* સમ્યકત્વ પહેલાના ભવો તીર્થંકરના પણ ન ગણાય તો આપણા જેવાની વાત જ ક્યાં ?
જીવ અનાદિ કાળથી છે. તો તીર્થંકરના જીવન-ચરિત્રની શરૂઆત ક્યારથી કરવી ? સમ્યકત્વ મળે ત્યારથી. ધન સાર્થવાહથી આદિનાથ ભગવાનનું ને નયસારથી મહાવીરસ્વામીનું જીવન શરૂ થાય છે.
એનો અર્થ એ થયો કે સમ્યકત્વ પહેલાનું જીવન, જીવન જ ન કહેવાય. સમ્યકત્વ પછીનું જીવન જ ખરું જીવન છે. એની પહેલા માત્ર સમય પસાર થાય છે, એટલું જ.
* આપણે તડપી રહ્યા છીએ તેનાથી કઈ ગણા અધિક આપણને તારવા ભગવાન તડપી રહ્યા છે.
૩૩૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ