Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મંગુને પણ ગટરના ભૂત બનવું પડેલું, તે આપણે જાણીએ છીએ.
વિગઈ આપણને બલાત્કારે વિગતિ [મુગતિ] માં લઈ જાય છે - એમ શાસ્ત્રકારો કહે છે, હું નહિ. તમે એમ નહિ માનતા : હું તમારા આહારમાં વિઘ્ન નાખું છું. હું નહિ, શાસ્ત્રકારો આમ કહે
બ્રહ્મચર્યના પાલન માટે વિગઈ ત્યાગની જેમ અતિ આહાર પણ વર્ય ગણાયો છે. અતિઆહારથી શરીર સ્વાથ્ય પણ બગડે. પછી ડૉક્ટરને બોલાવવા પડે. જો માણસ ઉણોદરી કરે તો ઘણા ખરા રોગોથી બચી જાય, એમ અનુભવીઓ કહે છે.
અતિ આહાર કરે એ રોગોથી બચી શકે નહિ.
જે શરીરનું સ્વાથ્ય પણ ન જાળવી શકે તે આત્માનું સ્વાથ્ય શી રીતે જાળવી શકે ?
* તમે જે વાચનાઓ સાંભળી છે, એનું રીઝલ્ટ મારે જોઈએ. જે મહાત્મા જેટલા નિયમો [કાયોત્સર્ગ, સ્વાધ્યાય, માળા, તપ વગેરે) લે તે તેટલા નિયમો લખીને અમને આપી જાય. જેથી અમને ખ્યાલ આવે. અમે અનુમોદના કરીશું.
* સુરેન્દ્રનગર [સં.૨૦૧૪] પૂ. પ્રેમસૂરિજી સાથેના ચાતુર્માસ પછી પ્રેમસૂરિજી મ. સાથે વિહાર થયો. ૫૦-૬૦ મહાત્માઓ હતા. મણિપ્રભવિજયજી, ધર્માનંદવિજયજી વગેરે મહાત્માઓ રસ્તાના ગામડામાંથી ગોચરી લાવતા.
એક વખત અમે વીરમગામ હતા. બીજે દિવસે પૂ. પ્રેમસૂરિજી આદિ પંચાવન ઠાણા આવવાના હતા. ગોચરી-પાણીની ભક્તિ અમારે કરવાની હતી. બીજી પોરસીનું સંપૂર્ણ પાણી મારા ભાગે આવ્યું. ૪૦-૫૦ ઘડા ઘરોમાંથી ફરીને લાવેલો.
યોગાનુયોગ આજે પૂ. પ્રેમસૂરિજી મ.ની સ્વર્ગતિથિ છે. સિદ્ધાંત મહોદધિ આ આચાર્યશ્રીએ અનેક મહાત્માઓને તૈયાર કર્યા છે. એ ઉપકારી આચાર્યશ્રીના ચરણે વંદન કરીને એમના ગુણો પ્રાર્થીએ.
અમે ભાવનગર તરફ જઈએ છીએ, પણ તમે વાચના આદિથી વંચિત ન રહો માટે “સિદ્ધિના સોપાન” નામનું પુસ્તક [લેખક :
કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ ૩૨૩