Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પણ ભળીએ છીએ ખરા? મળવું એક વાત છે, ભળવું બીજી વાત છે.
દૂધનો રંગ પાણીએ મેળવવો હોય તો દૂધમાં ભળવું પડે. ભગવાનનું ઐશ્ચર્ય પામવું હોય તો ભક્ત ભગવાનમાં ભળવું પડે. જે ક્ષણે આપણો આત્મા પરમાત્મા સાથે ભળી જશે તે જ ક્ષણે આનંદનું અવતરણ થશે. અસીમ આનંદનો પળ-પળ અનુભવ એ જ ભગવાનમાં ભળ્યાની નિશાની છે.
યા તો ભગવાનમાં ભળો યા તો સંસારમાં ભળો. ભગવાનમાં નથી ભળતા ત્યારે તમે સંસારમાં ભળો જ છો, ભળેલા જ છો, એ ભૂલતા નહિ.
બ્રહ્મચર્યનો ખરો અર્થ આ જ થાય છે : પ્રભુની ચેતનામાં ચર્યા કરવી. પ્રભુ એ જ બ્રહ્મ છે. એમાં ચર્ચા કરવી તે જ બ્રહ્મચર્ય !
અને સાચું કહું ? પ્રભુ મળ્યા પછી જ તમે સાચા અર્થમાં બ્રહ્મચર્ય પાળી શકો છો. પ્રભુનો રસ તમને એવો મધુર લાગે કે જેની આગળ કંચન-કામિની આદિ દરેક પદાર્થ તમને રસહીન લાગે. એક પ્રભુ જ માત્ર તમને રસેશ્વર લાગે, રસાધિરાજ લાગે. ઉપનિષદોમાં કહ્યું છે : “રસો હૈ :' આપણો આત્મા રસમય છે. એને પ્રભુમાં રસ નહિ લાગે તો સંસારમાં રસ લેવા પ્રયત્ન કરવાનો જ છે. આપણી ચેતનાને પ્રભુના રસથી રસાયેલી કરવી, એ જ આ જીવનનો સાર છે.
આપણા જીવનની કરુણતા તો જુઓ ! એક માત્ર પ્રભુના રસ સિવાય બીજા બધા જ રસો ભરપૂર છે !
તમને લાગે છે કે આનાથી જીવન સફળ થઈ જશે ? ★ “वसहि-कह-निसिज्जिंदिय कुडिडंतर पुव्व कीलिअ पणीए ।
अइमायाहार विभूसणा य नव बंभचेर गुत्तिओ ॥"
(૧) સ્ત્રી સંપુક્ત વસતિ, (૨) સ્ત્રી કથા, (૩) સ્ત્રી બેઠી હોય ત્યાં ૪૮ મિનિટની અંદર બેસવું, (૪) સ્ત્રીના અંગોપાંગ જોવા. (૫) પડદા પાછળ દંપતીની વાત સાંભળવી, (૬) પૂર્વ ક્રિીડાનું સ્મરણ
કહ્યું, કલાપૂર્ણસૂરિએ કે ૩૨૧