Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કરવું. (૭) સ્નિગ્ધ આહાર લેવો (૮) અધિક આહાર લેવો. (૯) શરીર-વસ્ત્રાદિની ટાપટીપ કરવી - આ નવે નવનો ત્યાગ કરવાથી જ નવ ગુપ્તિનું પાલન થશે.
પ્રભુમાં રસ જાગે તો જ આ નવ ગુપ્તિનું પાલન સહજરૂપે થઈ શકે.
* હું કરું તેમ તમારે નથી કરવાનું. હું નવકારશી કરું એટલે તમારેય કરવાની ?
નવકારશી તો મારે હમણાં શરૂ થઈ. દીક્ષા વખતે તો અભિગ્રહ કરેલો ઃ હંમેશા એકાસણા જ કરવા.
ઉપવાસ, છઠ, અઠમ કે અઠ્ઠાઈના પારણે પણ એકાસણું જ કરતો. વળી, ગોચરી લાવવી, લુણા કાઢવા વગેરે કામ પણ જાતે જ કરવાના.
પૂ.પં. ભદ્રંકરવિજયજી મહારાજે કહ્યું : “ઉંમર થાય તેમ શરીર ઘસાય. તમારે બીજા કાર્યો પણ કરવાના છે. માટે આ એકાસણાનો નિયમ જડતાપૂર્વક નહિ પકડવો.”
એ ગીતાર્થ પુરુષની વાત મેં સ્વીકારી. જો કે ત્યાર પછી પણ વર્ષો સુધી એકાસણા જ ચાલુ રહ્યા.
એકાસણા કરવાથી કેટલો સમય બચી જાય ? અધ્યયન - અધ્યાપન વગેરે માટે પણ પુષ્કળ સમય મળે.
સમય એ જ આપણું જીવન છે. સમય બગાડવો એટલે જીવન બગાડવું.
જે મહાત્માઓ મને ટપાલ આદિ દ્વારા, સેવા આદિ દ્વારા સતત સહાયક બને છે, તે મહાત્માઓનો તમે સમય નહિ બગાડતા.. ઈશારાથી સમજી જજો. હું ભલે કાંઈ કહેતો નથી. પણ મારા મૌનમાં પણ કાંઈક ઈશારો હોય છે, એ તમે સમજી શકતા હશો.
* “ભક્તિ” હોય ત્યાં જવાનું મન થાય, મનગમતી ચીજ મળતી હોય ત્યાં મન થાય, એ આપણી અંદર રહેલી રસનાની લોલુપતાને જણાવે છે. રસનાની લોલુપતાથી યુગપ્રધાન આચાર્યશ્રી
૩૨૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ