Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મમતાજન્ય મલિન આનંદની અહીં વાત નથી.
* સાધુને અશન-પાન બે જ બસ હોય. ખાદિમ-સ્વાદિમની સાધુને શી જરૂર ? એમાંય સાધુની ભક્તિના નામે જ ચાલતું હોય ત્યાં આપણાથી જવાય જ શી રીતે ? જઈએ તો જિન-વચનનો આદર રહ્યો ક્યાં ?
અહીં અનુકૂળતા ઘણી છે. અનુકૂળતા પતનનો માર્ગ છે. પૂ. કનકસૂરિજી મ. એટલે જ કહેતા : પાલીતાણામાં બહુ રહેવા જેવું નહિ. યાત્રા કરીને રવાના થઈ જવું.
દોષિત ગોચરી આવતી હોય, જેનો પરિહાર અશક્ય પ્રાયઃ લાગતો હોય તો કમ સે કમ ત્યાગ તો હોવો જોઈએ ! ફળાદિનો ત્યાગ તો કરી શકાય ને ? પૂ. પ્રેમસૂરિજી મ. જેવાને તો દીક્ષાના દિવસથી જ જીવનભર ફળનો ત્યાગ હતો.
૨૦ વર્ષ પહેલા તો અમારા આ બે મહાત્માઓ ગોચરી માટે ઠેઠ ગામમાં જતા.
કોઈ ભક્તિ માટે આવે ને મહાત્માઓની લાઈન લાગે ? કેવું બેહુદું દશ્ય ? મહાત્માઓ તો એમ કહે : અમારે ખપ નથી. વર્તમાન જોગ ! મારી આ વાતો સંભળાય છે ને ? નહિ તો લોકો કહેશે : વાચનાઓ તો ઘણી સાંભળે છે, પણ આચરણમાં કશું જ નથી. ગૃહસ્થોને આપણે કહીએ છીએ :
'अन्यस्थाने कृतं पापं, तीर्थस्थाने विमुच्यते । तीर्थस्थाने कृतं पापं, वज्रलेपो भविष्यति ॥ '
આ વાત આપણને લાગુ ન પડે ?
સાધુને શાની જરૂર ? આત્મલાભ કરતાં બીજો કયો મોટો લાભ છે ? જેટલો તમે ત્યાગ કરશો, વસ્તુઓ તમારી પાછળ દોડશે. જેટલી સ્પૃહા કરશો, વસ્તુઓ તમારાથી દૂર ભાગશે.
સંયમ પર જરા તો ભરોસો રાખો : સંયમમાં ઉપકારી ચીજની જ્યારે જ્યારે જરૂર પડશે, ત્યારે મળી જ રહેશે. તમને ભરોસો નથી ? ક્યારેય કપડા વગર રહેવું પડ્યું છે ?
૩૧૪ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ