Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આમાં મૈત્રી-ભાવના ઉત્કૃષ્ટ ઉદ્ગારો છે. મૈત્રી ભાવયુક્ત સાધક સદા અભય હોય.
* બ્રહ્મચારીની પ્રશંસા દેવલોકમાં પણ થાય. સીતાજીની અગ્નિ-પરીક્ષા વખતે દેવો પણ જોવા આવેલા. અગ્નિની શી તાકાત કે એ મહાસતીને સળગાવી શકે ? જ્ઞાનના અધિષ્ઠાયક દેવ છે, તેમ બ્રહ્મચર્યના પણ અધિષ્ઠાયક દેવ હોય છે. તમારા બ્રહ્મચર્યના ગુણથી પ્રસન્ન થઈને તેઓ તમારું રક્ષણ કરે.
સૂત્રોના પણ અધિષ્ઠાયક દેવો હોય છે. રાત્રે [કવેળાએ] ઉત્કાલિક સૂત્રનો પાઠ કરતા મુનિને એક દેવે છાસ વેંચનારીનું રૂપ લઈ સમજાવેલું.
મુનિ : આ છાસ લેવાનો સમય છે ? દેવ ઃ આ સ્વાધ્યાય કરવાનો સમય છે ? મુનિ સમજી ગયા. રુષ્ટ થયેલા દેવ ઘણીવાર શરીરમાં રોગ વગેરે પણ પેદા કરી દે. * “વાવાઝું સન્નાયમ્સ મરણયા” *
દિવસમાં ચાર વાર સક્ઝાય [સ્વાધ્યાય] ન કરો તો અતિચાર લાગે. આપણે માત્ર ધો મંત્ર ની પાંચ ગાથાથી પતાવી દઈએ છીએ. આઠ રોટલીની જરૂર હોય ને બે રોટલી આપવામાં આવે તો ચાલે ?
એક એવા નિહનવ થયેલા, જે વસ્તુના છેલ્લા અંશમાં જ પૂર્ણતા માનતા. એક શ્રાવકે રોટલી, શાક, દાળ, ભાત વગેરેનો એકેક દાણો તથા વસ્ત્રોનું એક તંતુ વહોરાવીને એમને ઠેકાણે પાડેલા.
રોટલીના કણથી પેટ ન ભરાય તો પાંચ ગાથાથી સ્વાધ્યાય શી રીતે પૂરો થયો ગણાય ?
કહ્યું,
ક્લાપૂર્ણસૂરિએ જ ૩૧૦