Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
નક્કી છે.
દોષો વગર બોલાવ્યું આવે. ગુણો ઉત્તમ છે. માટે તેને આમંત્રણ આપી બોલાવવા પડે.
* જેટલી ગુણોની પુષ્ટિ એટલો આપણો આત્મા પુષ્ટ. ગુણોના બદલે દોષોને વધાર્યા તો આત્મા પણ દોષવાળો બનવાનો.
* પોતાના નામની જેમ મેં યોગસારને પાકું કર્યું છે. મરણ વખતે એ જ સાથે આવશે. તમે બધા પાસે હશો તો પણ સાથે નહીં આવો. ભાવિત બનેલું જ્ઞાન જ સાથે આવશે. વણાઈ ગયેલા ગુણો જ સાથે આવશે.
આપણે બધા કોના ભરોસે છીએ ? આગ લાગશે ત્યારે કૂવો ખોદી શું ?
જેણે જ્ઞાનનો અભ્યાસ નથી કર્યો, શરીરને કહ્યું નથી, તેને સમાધિ મળવી મુશ્કેલ છે. જન્મથી અનંતગણી વેદના મરણ વખતે હોય. એવી વેદનામાં પણ આત્માને ભાવિત બનાવેલો હોય તો સમાધિ ટકે. - શરીર સાથે અભેદ સંબંધ બાંધ્યો માટે વેદના થાય છે. છ મહિને લોચ કરાવો છો. શા માટે ? વેદના વખતે સમાધિ રહે માટે.
મુનિ પ્રતિકૂળતાને વેઠી અસાતાને ખપાવે. આપણે સહન નહિ કરીને સુખશીલ બનીને શાતા વેદનીય ખપાવીએ છીએ.
* હાથીના ભવમાં મેઘકુમારે સસલાને બચાવ્યો. તો તે ક્યાં પહોંચ્યો ? પોતાના માટે મેદાન સાફ કર્યું પણ આગ લાગતાં નિર્ભય જગ્યાની શોધ બધા પશુ-પંખીઓ કરે. હાથીએ બધાને જગ્યા આપી. આપણે હોઈએ તો ? જગ્યા આપીએ ? કોને જગ્યા ન આપી હાથીએ ?
ખરજ ખણીને પગ મૂકતાં પહેલા હાથીએ નીચે જોયું. તમે પહેલાં પગ મૂકો કે નજર મૂકો ? ઈર્યાસમિતિનું પાલન હાથી પણ કરે અને તમે નહિ? ને જોયું તો સસલાનું બચ્ચું ! તે ખસેડી શકાય કે નહિ ? તમે ટ્રેનમાં બેઠા હો ને પછી સંડાસ ગયા હો ને તમારી
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૨૫૫