Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* કર્મ ચેતના કર્મ ફળ ચેતના જ્ઞાન ચેતના
આ ત્રણ ચેતનામાં જ્ઞાન-ચેતના, રાગ-દ્વેષ વગેરે દોષોથી સંપૂર્ણ પર છે. જ્ઞાન ચેતના તો શુદ્ધ સ્ફટિક તુલ્ય છે. રાગ-દ્વેષના લાલકાળા પડદાથી સ્ફટિક જેવો જીવ લાલ કે કાળો દેખાય છે, રાગીદ્વષી દેખાય છે.
જ્ઞાન ચેતનામાં સ્થિર બનવું, કષાય-અભાવની સ્થિતિમાં લીન બનવું, એ જ ધર્મ-સાધનાનું શિખર છે. આપણે એ શિખર પર આરૂઢ બનવાનું છે.
કષાયને કાઢવા માટે જ આપણી સાધના છે. સંજ્વલન કષાયને દૂર કરવા રાઈસ - દેવસિય, પ્રત્યાખ્યાની કષાયને દૂર કરવા પફખી, અપ્રત્યાખ્યાન કષાયને દૂર કરવા ચોમાસી,
અનંતાનુબંધી કષાયને દૂર કરવા સંવત્સરી પ્રતિક્રમણ કરવાના છે; તે તેની સમય મર્યાદા પરથી ખ્યાલ આવશે.
કષાય સંકલેશની અવસ્થા છે. સંક્લિષ્ટ ચિત્ત વખતે આપણી ચેતના ધૂંધળી હોય છે, જેમાં પ્રભુનું પ્રતિબિંબ પડી શક્યું નથી.
પ્રભુનું પ્રતિબિંબ માનસ પટ પર ઝીલવું હોય તો તેને નિર્મળ કરવું જ રહ્યું. કષાયોના હાસથી જ ચિત્ત નિર્મળ થાય છે. ચારિત્ર શું છે ?
સાયં પુ વારિત્ત, સાયદિગો ન મુળ દોડું | અકષાય જ ચારિત્ર છે. મુનિ કષાય-યુક્ત ન હોઈ શકે. હોય તો સાચો મુનિ ન કહેવાય.
કષાયની જેમ જેમ મંદતા થતી જાય તેમ તેમ આત્માનું સુખ વધતું જાય. ૧૨ મહિનાના પર્યાયવાળા સાધુ અનુત્તરદેવના સુખને ચડી જાય તેનું કારણ કષાયોનો થતો હ્રાસ છે. ચારિત્ર ગુણને રોકનાર કષાય છે.
કહ્યું કલાપૂર્ણસૂરિએ જે ૨૯૦