Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તમને ખબર છે : કેટલાકનું અસ્તિત્વ જ ત્રાસરૂપ હોય છે ? એ કાંઈ ન કરે, એ જ એમની મોટી સમાજ-જોવા કહેવાય.
ખરેખર જોઈએ તો બધા જ સંસારી જીવનું અસ્તિત્વ જ બીજા જીવો માટે ત્રાસરૂપ છે. સંસારમાં રહેવું ને બીજાને ત્રાસ ન આપવો શક્ય જ નથી. માટે જ સંસારથી જલ્દી છુટીને મોક્ષે જવાનું છે. મોક્ષે ગયેલા સિદ્ધો કોઈને ત્રાસરૂપ બનતા નથી. આ પણ જગતની મોટી સેવા છે. આપણે મોક્ષમાં જઈશું તો આ જગતની મોટી સેવા ગણાશે. આપણા નિમિત્તે જગતને થતો ત્રાસ તો કમ સે કમ અટકશે.
સાધુએ આ માર્ગે પગલા ભર્યા છે. માટે જ સાધુ અભયદાન આપીને જગત પર મોટો ઉપકાર કરે છે.
- સાધુ કોઈને ભય ન આપે તો તેને પણ ભય કોણ આપે ? બીજને ભયભીત કરનારો સ્વયં પણ ભયભીત જ હોય. બીજાને અભય આપનારો સ્વયં પણ અભય જ હોય !
સાધુ કેવા હોય ? “સત્તાવિરહિણો !' સાતેય ભયસ્થાનથી સાધુ રહિત હોય.
* તમને ગરમી લાગે છે ? ગરમી લાગતી હોય તો સમજવું ઃ વાચનામાં મન નથી લાગ્યું. મન લાગી ગયું હોય તેને ગરમી શું ? પવન શું ? મને પૂછો તો કહું : ગરમીનો વિચાર નથી આવતો. ગરમીનો વિચાર આપણા ચિત્તની અનેકાગ્રતાને જણાવે છે.
* તમે દેવ-ગુરુના દાસ બની ગયા તો સમજી લો : મોહ કશું નહિ કરી શકે. કર્મોનો સરદાર મોહ છે. ભગવાન અને ગુરુની કૃપાથી જ મોહ જીતી શકાય. માપતુષ મુનિ પાસે શું હતું? બુદ્ધિના નામે મીંડું હતું.
તત્ત્વ તો વધુ શું સમજે ? બે વાક્ય પણ કંઠસ્થ કરી શકતા ન્હોતા. કયા આધારે તેઓ કેવળજ્ઞાન પામ્યા ? ગુરુકૃપાના આધારે.
મોહ જાય પછી જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય વગેરે કર્મોને જવું જ પડે. સરદાર મરે પછી સૈનિકો ક્યા સુધી લડવાના ?
બારમા ગુણઠાણે તમે ક્ષીણમોહી બન્યા, મોહને સંપૂર્ણ હણી
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૩૦૯