Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જેવી કૃતિથી જ એમનું હૃદય કેવું હતું ? તે સમજાય છે.
આથી જ આવા ગ્રંથો [જ્ઞાનસાર, ઈન્દ્રિય પરાજય શતક, વૈરાગ્ય-શતક, સિન્દર પ્રકરણ વગેરે ગ્રંથો] અમને અમારા પૂ. આચાર્ય ભગવંતે કંઠસ્થ કરાવ્યા. કારણ કે વૈરાગ્યથી ભાવિત બનેલું હૃદય જ આરાધક બની શકશે.
પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. કહેતા : જ્ઞાનસાર કરતાં પહેલા યોગશાસ્ત્રના ૪ પ્રકાશ અને અધ્યાત્મસાર ગ્રંથો કંઠસ્થ કરો. અથવા વાંચો. જ્ઞાનસાર નિશ્ચય પ્રધાન છે. - વ્યવહારમાં નિષ્ણાત બન્યા પછી જ નિશ્ચયમાં પ્રવેશ કરવાનો છે. તળાવ તરવામાં નિષ્ણાત બન્યા પછી જ દરિયો તરી શકાય. સીધા જ નિશ્ચય પ્રધાન ગ્રંથો વાંચવા લાગશો તો ઉન્માર્ગે ચાલ્યા જશો. નિશ્ચય નય પ્રમાદીને બહુ જ ગમે. આવા માણસો નિશ્ચય નય દ્વારા પ્રમાદનું પોષણ જ કરશે. તપ વગેરેથી દૂર જ રહેશે.
આવા માણસો માટે શાસ્ત્ર શસ્ત્ર બની જશે. કાનજી મતમાં આવું જ થઈ ગયું છે. નિશ્ચયપ્રધાન સમયસાર ગ્રંથ લઈને બેસી ગયા.
* જ્ઞાનસાર - ઈન્દ્રિયયાષ્ટકમાં કહ્યું છે : બિચારા મૂઢ માણસો પર્વતની પીળી માટીને સોનું સમજીને તેની પાછળ દોડે છે, પણ અનાદિ અનંદ જ્ઞાન-ધન, જે સદા અંદર જ પડેલું છે, તેની સામેય જોતા નથી.
માણસને ખબર પડી જાય કે ઘરમાં જ ખજાનો દટાયેલો છે, તો એ એમને એમ બેસી રહે ? કે કોદાળી લઈને ખોદવા મંડી જાય ?
આપણી અંદર અનંત ઐશ્ચર્ય ભરેલું છે - અંદર પરમાત્મા બેઠા છે, એવું જાણવા છતાં આપણે નિષ્ક્રિય બેઠા છીએ.
આપણા અનંત ખજાનાને અનંત કર્મ-વર્ગણાઓ ઢાંકીને બેઠેલી છે. આથી આપણે એ ખજાનાને જોઈ શકતા નથી, જોઈ તો નથી શકતા, પણ “ખાનો છે” એવી શ્રદ્ધા પણ નથી કરી શકતા.
જ્ઞાનસાર કંઠસ્થ કરેલો હોય તે દરેકને ખાસ સૂચના : આ
કહ્યું કલાપૂર્ણસૂરિએ ક ૩૦૫