Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ગ્રંથ ઠેઠ સુધી ટકાવી રાખજો. જ્યારે તમે સાધના-માર્ગમાં પ્રવેશ કરશો ત્યારે આ ગ્રંથમાંથી અપૂર્વ ખજાનો મળશે. સાધના માટેનું માર્ગદર્શન મળતું રહેશે. જ્ઞાનનું અંકુશ જેટલું મજબૂત તેટલું ઇન્દ્રિયોનું નિયંત્રણ મજબૂત. .
જ્ઞાનને મજબૂત બનાવવા ભક્તિ મજબૂત બનાવો. ભક્તિ જેટલી તીવ્ર હશે, જ્ઞાન તેટલું વિશુદ્ધ બનશે. નામ લેતાં જ ભગવાન યાદ આવે, હૃદય ગદ્ગદ્ બની ઊઠે, એટલે સુધી ભક્તિને ભાવિત બનાવો.
નામ રહંતાં આવી મિલે, મન ભીતર ભગવાન...”
માનવિજયજીના આ ઉગારો આપણા પણ બની જાય, એટલી હદ સુધી હૃદયમાં ભક્તિને પ્રતિષ્ઠિત કરો.
દેહને પાંખ મળે ને સાક્ષાત્ સીમંધર સ્વામીને આપણે મળી શકીએ કે મનને આંખ મળે તો મળી શકીએ, એવું બનતું નથી. ભગવાનને મળવાના અત્યારે બે જ માધ્યમો છે : ભગવાનનું નામ અને ભગવાનની મૂર્તિ...!
પાંચ પરમેષ્ઠી તરફ અથાગ પ્રેમ કરજો. એમનો પ્રેમ આપણી પાંચેય ઇન્દ્રિયોની કામના તોડી નાખશે.
પાંચ ઇન્દ્રિયોના શબ્દાદિ પાંચ વિષયો, પાંચ પરમેષ્ઠીઓ દ્વારા ઊર્ધીકરણ પામી શકે.
અરિહંતની વાણીથી શબ્દ અરૂપી સિદ્ધોના રૂપથી રૂપ, આચાર્યોની આચાર-સુરભિથી ગંધ, ઉપાધ્યાયોના જ્ઞાન-રસથી રસ અને સાધુ ભગવંતના ચરણસ્પર્શથી સ્પર્શનું ઊર્ધીકરણ થશે.
૩૦૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ