Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
વૈશાખ વદ-૭ ૨૫-૫-૨૦૦૦, ગુરુવાર
* એકવાર ધોવાથી વસ્ત્રો સાફ ન થાય તો તમે વારંવાર ધુઓ છો. તેમ આત્મશુદ્ધિ માટે અહીં વારંવાર યાત્રા કરવાની છે.
કપડાના ડાઘ નથી ગમતા, [ જો કે મલિન કપડા તો સાધુનું ભૂષણ છે.] પણ આત્મા પર લાગેલા રાગ-દ્વેષ ડાઘ છે, એમ નથી લાગતું, એના પર અણગમો પણ નથી થતો. | ગમા-અણગમા પર અણગમો થવો જોઈએ, જે થતો નથી, એ જ મોટી કરુણતા છે.
રાગ-દ્વેષને માંદા પાડ્યા વિના તમે મૃત્યુ સમયે સમાધિ મેળવી શકો, એ વાતમાં કોઈ માલ નથી. મૃત્યુ સમયે જો કોઈના પ્રત્યે વેરની ગાંઠ હશે, ક્યાંય ગાઢ આસક્તિ હશે તો સમાધિમૃત્યુ પ્રાપ્ત નહિ કરી શકો.
ઉપમિતિકારે રાગને સિંહની ને દ્વેષને હાથીની ઉપમા આપી છે. પાંચ ઈન્દ્રિયો રાગની ખાસ દાસીઓ છે.
રાગ-દ્વેષમાંથી જ સંસારના તમામ પાપોનો જન્મ થાય છે. “વોટિં વધઘહિં રા-વંધોui હોત- '' રાગ-દ્વેષ સ્વયં બંધનરૂપ છે. એ બંધનો જો તુટ્યા તો સંસાર-વૃક્ષ ધરાશાયી બન્યું સમજે.
૨૯૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ