Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
વૈશાખ વદ-૮ ૨૬-૫-૨૦૦૦, શુક્રવાર
* ઘોર જંગલમાં તમે ભૂલા પડ્યા હો, કોઈ લુંટારાઓએ તમને લુંટીને આંખે પાટા બાંધ્યા હોય, તમે ભૂખ્યા - તરસ્યા હો, એ વખતે કોઈ સાહસિક માણસ આવીને લુંટારાઓને પડકાર :
ખબરદાર ! આ મુસાફરોનું નામ લીધું છે તો ! છોડી દો આંખોના પાટા ! મૂકી દો એમને !” તો આપણને કેટલો આનંદ થાય ?
અત્યારે આપણી આવી જ હાલત છે. સંસારના જંગલમાં ભૂલા પડેલા છીએ. રાગ-દ્વેષના લુંટારાઓએ લુંટી લીધા છે. આંખે જ્ઞાનાવરણીય કર્મનો પાટો બાંધ્યો છે.
ભગવાન આવીને આપણને બચાવે છે.
ભગવાન સૌ પ્રથમ અભય આપે છે : અમરાઈi | ત્યારપછી આંખો પરના પાટા હટાવે છે : વઘુવયાdi | પછી માર્ગ બતાવે છે : મહિયા | પછી શરણું આપે છે : સYUવયાપ | પછી બોધિ આપે છે : વોદિયા |
આવા ભગવાન મળ્યાનો આનંદ કેટલો હોય ? આવા ભગવાન મળ્યા પછી પણ જો પ્રમાદ કર્યો તો આપણા જેવા દયનીય બીજા કોઈ નહિ હોય.
મોટા ચૌદપૂર્વી પણ પ્રમાદ કરે તો ઠેઠ નિગોદમાં પહોંચે,
૩૦૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ