Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ત્રણ ગુપ્તિ આપણને પ્રવૃત્તિ અને નિવૃત્તિ બન્નેમાં જોડે છે. જો કે આમ ગુપ્તિ નિવૃત્તિ પ્રધાન છે, છતાં શુભ પ્રવૃત્તિ સાવ જ નિષિદ્ધ નથી.
ગુપ્તિનો અભ્યાસ એટલે ધ્યાનનો અભ્યાસ. મન આદિ દંડનો અભ્યાસ એટલે દુર્ગાનનો અભ્યાસ.
સમાધિ મૃત્યુ માટે આરાધક બનવું પડશે. આરાધક બનવા આ બધું કરવું પડશે.
આ બધું અઘરું તો છે, પણ ભવસાગર તરવો હોય તો આ કરવું જ પડશે. બાકી , અનુકૂળતાની શોધમાં જ જીવન પૂરું કરવું હોય તો તમારી મરજી ! પણ એક વાત કહી દઉં :
અનુકૂળતાઓ ભોગવવા તો આપણે અહીં નથી જ આવ્યા. અનુકૂળતાઓ તો ઘેર ઘણીએ હતી.
મનને અશુભ બનાવનારા, એને દંડરૂપ બનાવનારા રાગ-દ્વેષ જ છે. માટે જ પ્રથમ રાગ-દ્વેષ જીતવાની વાત કહી.
રાગ-દ્વેષના આવેશથી ગ્રસ્ત મન જે કાંઈ પણ વિચારશે તે મનોદંડ બનશે, જે કાંઇ પણ વચન નીકળશે તે વચનદંડ બનશે, જે કાંઇ પણ કાયા આચરશે તે કાય-દંડ બનશે.
ભોઠ, ગધેડા, ઠોઠ વગેરે શબ્દોના પ્રયોગ વખતે કદી ખ્યાલ આવે છે ઃ આ વચન-દંડ છે ?
““તું ક્યાં શૂળીએ ચડી'તી ?” “તારા શું કાંડા કપાઈ ગયા તા ?” આવું બોલનારને ભવાંતરમાં શૂળીએ ચડવું પડેલું ને બીજાના હાથ કપાયેલા. આ દૃષ્ટાંત આપણે જાણતા હોઈએ તો વચન-દંડનો પ્રયોગ શી રીતે કરી શકીએ ? '
આવા ભગવાનનું શાસન મળ્યા પછી પણ મન-વચન-કાયાની ગહિત પ્રવૃત્તિ ચાલુ રહી તો આપણું ઠેકાણું ક્યારે પડવાનું ?
આપણે બીજાને સુધારવા સતત પ્રવૃત્તિશીલ રહીએ છીએ, પણ જાતને તદ્દન બકાત રાખીએ છીએ. હું ઉપદેશ જ આપતો રહું ને મારું જીવન સાવ જ કોરુંધાકોર હોય તો મારું જીવન સાચે જ
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૨૯૯