Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
એમના દૃષ્ટિકોણને એમની દષ્ટિએ મૂલવવા પ્રયત્ન
કરવો.
(ii) વાતને બીજો વળાંક આપવો. () અંદર ખળભળાટ હોય ત્યારે આંખો બંધ કરી અંદર
જોવા પ્રયત્ન કરવો, એમ કરતાં પણ ન જાય તો મનને (૫) બીજા વિચારોમાં લગાડી દેવું. (vi) આમ છતાં આવેશ ન જાય તો ક્રોધના કડવા ફળ
વિચારવા. જેના ફળ કડવા હોય તેવું કૃત્ય શા માટે કરવું? (vi) સંતો-અરિહંતો કેવા શાંત હોય છે ? એમની પ્રશાંત
વાહિતા આપણામાં કેમ ન અવતરે ? ભગવાન સદા શાંત સ્વરૂપી છે. આ સ્વરૂપ ભગવાન ભક્તને જ બતાવે છે.
“ભગવાન રૂપ બદલાવે છે.” એમ ઘણાને લાગે છે. ખરેખર તો ભગવાન રૂપ નથી બદલતા, આપણા ચિત્તના પરિણામો બદલાય છે. પરિણામો બદલાતાં પ્રભુ બદલાયેલા લાગે છે. - ક્રોધ વખતે તમે ફોટો નહિ પડાવતા. નહિ તો લોકો સમજશે ? આ માણસ નહિ, ભૂત છે.
ક્રોધ વખતે આરીસામાં જોજો. ભૂત જેવું મુખ તમને નહિ જ ગમે. એટલે તમે શાંત થઈ જશો.
જે પ્રશાંત મહાપુરુષોને તમે જોયા હોય, પૂ. કનકસૂરિજી, પૂ. દેવેન્દ્રસૂરિજી વગેરેને યાદ કરો.
(vii) ક્રોધ મોહનીયના કારણે આ ક્રોધ આવ્યો છે. હવે જો ક્રોધ કરીશું તો વધુ ને વધુ ક્રોધ-મોહનીય કર્મ બંધાશે. આમ વિચારવું.
(i) જો એને નહિ અટકાવીએ તો એની શૃંખલા ગુણસેનઅગ્નિશર્મા વગેરેની જેમ કેટલાય ભવો સુધી ચાલશે.
આવેશમાં જો તમે જવાબ આપશો તો સામાવાળાને તે તીરની જેમ ખૂંપી જશે ને તેના હૃદયમાં વેરની વાવણી થશે.
કહ્યું કલાપૂર્ણસૂરિએ ક ૨૦૯