Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પરોપકારમાં નિરત હોય.
ગૃહસ્થ હોય તો પૈસા આદિના દાન દ્વારા પરોપકાર કરશે. આપણે શું કરીશું? સમ્યક્ જ્ઞાનનું દાન કરીશું. સૌ જીવોને અભયનું દાન આપીશું. આ મોટો પરોપકાર છે.
જીવોને થોડી પણ અપાતી પીડા તે પરાપકાર છે. સાધુ પરાપકાર નિરત નહિ, પરોપકારનિરત હોય.
'पउमाइनिर्दसणा' સાધુ કમળ વગેરે જેવા હોય.
છમસ્થ ભગવાનનું વર્ણન કલ્પસૂત્રમાં સાંભળો છો ને ? એ માત્ર વાંચવા-સાંભળવા માટે નથી. આપણે તેવા બનવાનું છે, એવો ભાવ લાવવાનો છે.
પૂ. કનકસૂરિજીને સાંભળો ત્યારે એમ થાય ને કે મારે એમના જેવા બનવું જોઈએ ?
બોલો, મારું અહીં આવવું કેમ થયું ?
એક વખતે પૂ. લબ્ધિસૂરિજી મ.નું ચાતુર્માસ ફલોદીમાં હતું. મારા દાદા સસરા લક્ષ્મીચંદજીએ રાત્રે તેમને એકવાર પૂછેલું ઃ આ કાળમાં ઉત્કૃષ્ટ સંયમી કોણ ?
ત્યારે પૂ. સાગરજી મ., પૂ. નેમિસૂરિજી મ. વગેરે ઘણા મહારથીઓ હતા, પણ બીજા કોઈનું નામ ન આપતાં પૂ. લબ્ધિસૂરિજીએ કચ્છ-વાગડવાળા પૂ. કનકસૂરિજીનું નામ આપેલું. ત્યારે તેમના પુત્ર મિશ્રીમલજી [કમલવિજયજી પણ હાજર હતા. એમણે મનમાં ગાંઠ વાળેલી : દીક્ષા લેવી તો પૂ. કનકસૂરિજી પાસે જ.
મને દીક્ષાની ભાવના થઈ ત્યારે મેં એ વાત સસરા મિશ્રીમલ્લજીને જણાવી. સસરાએ કહ્યું : દીક્ષા તો મારે પણ લેવી છે, પણ પૂ. કનકસૂરિજી પાસે જ. આપણે બધા સાથે જ ત્યાં દીક્ષા લઈએ.
મેં એમની વાત સ્વીકારી. - અને.... મારી દીક્ષા અહીં થઈ.
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૯૧