Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આજે લાગે છે : ભગવાને મને કેવી ઉત્તમ જગ્યાએ ગોઠવ્યો ! કેવી ઉત્તમ પરંપરા મળી ?
પૂ. કનકસૂરિજીની વાત એટલે કરું છું કે એમના આલંબનથી એમના જેવા ગુણો આપણા જીવનમાં આવે.
* ‘જ્ઞાળાવળ સંયા ।' સાધુ ધ્યાન અધ્યયનમાં સદા રત
હોય.
૨૪ કલાકમાં ધ્યાન-અધ્યયન માટે સ્થાન કેટલું ? પહેલા મોટા આચાર્ય મહારાજ પણ પત્રમાં લખતા :
‘‘સ્વાધ્યાય - ધ્યાનાદિ ગુણ સંપન્ન મુનિવરશ્રી’ આવા વિશેષણ સાર્થક ક્યારે બને ?
આપણે ધ્યાન - અધ્યયનમાં રત રહીને એ વિશેષણોને સાર્થક બનાવવાના છે.
સૂત્ર, અર્થ, આલંબન આદિમાં મનને રમમાણ કરવાનું છે. બાળક જેવું મન કૂદાકૂદ કરવાનું જ છે. એને આવા આલંબનોમાં જોડવાનું છે.
* આપણા ગુણોનો વિનિયોગ ન કરીએ તો એ સાનુબંધ નહિ બને, ભવાંતરમાં સાથે નહિ ચાલે. સર્વ પ્રથમ નિજ જીવનમાં ગુણોની સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. ગુણોની સિદ્ધિ થઈ ગયા પછી એ ગુણો બીજામાં વહેંચવાના છે. બેસી નથી રહેવાનું. બીજાનો વિચાર કરવાનો છે. ‘મને મળી ગયું એટલે બસ...' આ વિચાર સ્વાર્થના ઘરનો છે, જેના આપણે સૌ શિકાર બનેલા છીએ. સ્વાર્થના આ કોચલામાંથી બહાર નીકળવું હોય તો ‘પરોવવાર નિયા' પરોપકારનિરત બનવું જ પડશે.
બીજાને કરેલી સહાયતામાંથી પેદા થનારો આનંદ એકવાર ચાખશો તો જીવનમાં કદી ભૂલશો નહિ. સ્વાર્થનો આનંદ ઘણો ચાખ્યો, ખરેખર તો સ્વાર્થમાં કોઇ આનંદ હોતો જ નથી, માત્ર આનંદની ભ્રમણા જ હોય છે.
ખરો આનંદ પરોપકારમાં છે, બીજાને સહાયક બનવામાં છે.
૨૯૨ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ