Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તમને ગમે તેવું નહિ, પણ તમને હિતકારી હોય તેવું આપે એ જ સાચો વૈદ. હું તમારા આત્માને હિતકારી વાતો આપવા માંગું છું.
પ્રભુ સર્વ જીવો સાથે અભેદ સાધીને મોક્ષે ગયા. આપણે સર્વ જીવો સાથે ભેદ કરીને સંસારમાં રખડતા રહ્યા.
આ વાત આપણે ભૂલી ગયા છીએ, પણ જ્ઞાની કેમ ભૂલે ? શરીરમાં શું થયું છે? કે અંદર શું પડ્યું છે? તેની ખબર આપણને ન પડે, વિશેષજ્ઞ ડૉક્ટરને તો પડે ને ? ભગવાન વિશેષજ્ઞ છે.
દૂર રહેલી ન દેખાતી વસ્તુને દેખાડી આપે તે દૂરબીન. અદશ્ય અને અગમ્ય પદાર્થોને દેખાડી આપે તે જિનાગમ ! માટે જ જિનાગમને સાધુની આંખ કહી છે. લોગસ્સમાં તમે બોલો છો ને ?
મણે મિથુન ” ““મારી સામે રહેલા ભગવાનની મેં સ્તુતિ કરી છે.” ભગવાન સામે ક્યાંથી આવ્યા ? શ્રુતની આંખથી.
ભગવાન સામે જ છે.” એવી શ્રદ્ધાથી જ ચૈત્યવંદન કરવાનું છે. “સાત રાજ અળગા જઈ બેઠા પણ ભગતે અમ મનમાંહિ પેઠા...” આ વાત આ જ પરિપ્રેક્ષ્યમાં કહેવાઈ છે.
* જીવાસ્તિકાયનું સ્વરૂપ જાણ્યા પછી “ભગવાન મારા છે.” એવું લાગવું જોઈએ. આ જ પોઈન્ટ સાધના માટે મહત્ત્વનો છે.
જીવાસ્તિકાય અનંત પ્રદેશી છે. એવું પહેલીવાર વાંચ્યા પછી શંકા થઈ : કાંઈ અશુદ્ધ તો નથી ને ? અસંખ્યની જગ્યાએ ભૂલથી અનંત લખાઈ નથી ગયું ને ? પણ આગળ ટીકા વગેરેમાં પણ અનંત' શબ્દનો જ પ્રયોગ હતો. પછી લાઇટ થઈ : આ જીવની વાત નથી, જીવાસ્તિકાયની વાત છે. જીવાસ્તિકાય એટલે સર્વ જીવોનો સમૂહ ! નિગોદથી લઈ સિદ્ધ સુધીના સર્વ જીવો તો અનંત છે. ઓહ ! જીવાસ્તિકાય રૂપે આપણે સૌ એક છીએ, એમ વિચારતાં હૃદય નાચી ઊઠ્ય.
એક પણ ભારતીય જવાનનું તમે અપમાન કરો તો સંપૂર્ણ ભારત સરકારનું અપમાન છે. તેમ એક જીવને તમે પીડા પહોંચાડો છો તો સમગ્ર જીવોને પીડા પહોંચાડો છો. કારણ કે જીવાસ્તિકાય રૂપે બધા એક છે.
કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ૨૮૯