Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
હસ્તગિરિ
વૈશાખ વદ-ર ૨૦-૫-૨૦૦૦, શનિવાર
સવારે ૧૦-૩૦
[B.E. જશ્ન લુક મળાશગુડી - આયોજિત શત્રુંજય ડેમથી પાલીતાણા છશી પાલશ સંઘ. ૨૭૦ યાશિ8. ૧.વ.૧ થી ૧.વ.૬]
* ભગવાનનું સ્વરૂપ, ઉપકારો વગેરેનો પરિચય આપણા જેવા બાળ જીવોને સમજાય માટે સ્તુતિ, સ્તવનાદિ રચાયા છે.
ભગવાનનો ઉપકાર સમજાયા પછી થોડો-ઘણો પણ અન્ય જીવો પર ઉપકાર કરતા રહેવાથી જ ઋણ-મુક્ત બની શકાય છે.
અત્યાર સુધી આપણા જીવે બીજાના ઉપકારો લેવાનું જ ચાલુ રાખ્યું છે, ઋણ ચૂકવવાનું તો શીખ્યા જ નથી.
વાયુ, પાણી, વનસ્પતિ, પૃથ્વી વગેરેનો પ્રતિપળ કેટલો બધો ઉપકાર થઈ રહ્યો છે ? તે અંગે કદી વિચાર કર્યો ?
અપકાયના અસંખ્ય જીવો બલિદાન આપે છે ત્યારે આપણી તરસ છિપે છે. વાયુકાયના અસંખ્ય જીવો પોતાના પ્રાણોની આહુતિ આપે ત્યારે જ આપણે શ્વાસ લઈ શકીએ છીએ.
આ બધાનું આપણા પર કોઈ જ ઋણ નહિ ? એ ત્રણ ચૂકવવા આપણે શું કર્યું છે ? ભાવિમાં શું કરવા ધારીએ છીએ ?
કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૨૮૧