Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
એ જ વર્ષે પૂ. પં. મણિવિજયજી મ. સ્વર્ગવાસી બન્યા, પણ સેવા નિષ્ફળ ગઈ ? આગળ વધતાં પૂ. સિદ્ધિસૂરિજી તરીકે સકલ સંઘમાં માન્ય બન્યા.
જેમણે જેમણે સેવા કરી છે, એવા મહાત્માઓને તમે જોજો : એમને કોઈ ને કોઈ સેવા કરનારા મળી જ રહેતા હશે. ભલે એમના કોઈ શિષ્ય ન હોય. " આ કાયાને તમે જેટલી સેવામાં વાપરશો તેટલી દવા ઓછી લેવી પડશે, ડૉક્ટર પાસે નહિ જવું પડે. સેવાથી પરિશ્રમ વધે. પરિશ્રમથી રોગ દૂર ભાગે.
સેવાથી સૌથી મોટો લાભ વિષય-કષાયની વૃત્તિ પર ફટકો લાગે તે છે. વિષય-કષાયની વૃત્તિ અને પ્રવૃત્તિ બંધ થાય તે માટે જ ભગવાનની આજ્ઞા છે.
* આર્તધ્યાન વખતે તિર્યંચ ગતિનું
રૌદ્ર ધ્યાન વખતે નરક ગતિનું આયુષ્ય બંધાય છે તે ખ્યાલ છે ને ?
ધર્મ ધ્યાનથી સદ્ગતિ અને શુકલ ધ્યાનથી સિદ્ધિગતિ મળે છે.
આ પાંચ ગતિમાંથી કઈ ગતિમાં આપણે જવું છે ? કઈ ટિકિટ જોઈએ છે ? પાંચેય ગતિની ટિકિટ મેં બતાવી દીધી.
વગર ટિકિટે મુસાફરી કરવાનો વિચાર નથી ને ? અહીં પોપાબાઈના રાજ નથી. ટિકિટ વિના મુસાફરી થઈ શકતી નથી.
પાંચમી ગતિની ટિકિટ હમણાં બંધ છે.
કાઉસગ્ન : માનસશાસ્ત્રીઓ માને છે કે મસ્તકના ૧૦ ભાગમાંથી ૧ ભાગ જાગૃત છે, ૯ ભાગ સુપ્ત છે. કાયોત્સર્ગથી સુષુપ્ત શક્તિ જાગૃત થાય છે.
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૨૫૩