Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ગયું. એ આત્માનું કલ્યાણ થાય જ.
અનાર્ય દેશના આદ્રકુમારે અભયકુમાર સાથે સંબંધ બાંધ્યો એટલે આદ્રકુમારનું કામ થઈ ગયું.
મયણાનો સંબંધ થયો ને કુષ્ઠી શ્રીપાળ મહાન શ્રીપાળ બન્યો.
મયણાને માતાનો, ગુરુ મુનિચન્દ્રસૂરિજીનો સંબંધ થયો ને તે સમ્યકત્વી બની.
| જિનશાસનને પામેલાનો સંબંધ થાય ને તેનું કલ્યાણ ન થાય એવું બને જ નહિ.
* ચાર પ્રકારના સર્વજ્ઞો... (૧) સર્વજ્ઞ. (૨) શ્રુતકેવળી. (૩) ભગવાને કહેલા તત્ત્વો પર શ્રદ્ધા રાખનાર. (૪) ભગવાને કહેલા તત્ત્વો પર શ્રદ્ધા રાખી તે પ્રમાણે
આચરણ કરનાર. આ અપેક્ષાએ કંદમૂળનો ત્યાગ કરનાર પણ સર્વજ્ઞ કહેવાય.
* ભગવાનના શાસનમાં આપણે પ્રવેશ્યા એટલે એનો એ અર્થ થયો કે હવે મોહની ગુલામી નહિ રહે.
પ્રભુ, પ્રભુ-શાસન, પ્રભુનું આગમ મળી ગયા પછી ચિંતા શાની ? કર્મસત્તાનો ડર શાને ? પ્રભુપ્રેમીને વિશ્વાસ હોય : હવે આ બાપડા કર્મો શું કરવાના ?
* સંયતના દસ ધર્મ છે, ક્ષમાદિ ૧૦ ધર્મ. તેની સાથે અસંયતના ક્રોધાદિ ૧૦ અધર્મ છે. ૧૦ યતિધર્મ
૧૦ અયતિધર્મ ક્ષાન્તિ
ક્રોધ માર્દવા
માન . આર્જવ
માયા મુક્તિ
લોભ કહ્યું કલાપૂર્ણસૂરિએ જે ૬૯